90 કિમી દુર રહેલા દુશ્મનનો ખાતમો કરશે આ મિસાઇલ, પોખરણમાં થયું સફળ પરીક્ષણ
પોખરણમાં સ્મર્ચ મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી : પોખરણમાં સ્મર્ચ મિસાઇલનું પરીક્ષણ સફળ સાબિત થયું છે. આ મિસાઇલ 90 કિલોમીટર સુધી એટેક કરવામાં સફળ સાબિત થયું છે. ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસથી બનેલી આ મિસાઇલનું ગયા વર્ષે પણ પરિક્ષણ કરવામાં આવ્યું હતું પણ આ પરિક્ષણ નિષ્ફળ સાબિત રહ્યું હતું. હાલમાં સફળ પરીક્ષણ દરમિયાન ભારતીય સેના અને રશિયન વૈજ્ઞાનિકો હાજર હતા. આ દરમિયાન મિસાઇલના બે વર્ઝન 9 એમએમએફ અને 9;55 કેનું પરીક્ષણ સફળ સાબિત થયું હતું. આ મિસાઇલના કુલ 5 વર્ઝન છે. આ તમામ વર્ઝનની અલગઅલગ રેન્જ માટે તપાસ કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે સ્મર્ચ મિસાઇલનું પરીક્ષણ સફળ સાબિત થયું નહોતું અને મિસાઇલ દિશા બદલીને એક ગામ પર પડી હતી. આ સમયે કોઈ જાનમાલનું નુકસાન નહોતું થયું અને જ્યાં મિસાઇલ પડી હતી ત્યાં મોટો ખાડો પડી ગયો હતો. વૈજ્ઞાનિકોએ પછી સુધારો કર્યો અને ફરીથી પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ સમયે રશિયન વૈજ્ઞાનિકો પણ હતા તેમજ ભારતીય સેનાના એક્સપર્ટ પણ હાજર હતા.
ભારત અને રશિયા વચ્ચે હથિયારો મામલે કેટલાક વર્ષો પહેલાં કરાર થયો હતો. પત્રિકાના સમાચાર પ્રમાણે ભારતમાં જે હથિયાર બનશે એમાં રશિયન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સ્મર્ચ મિસાઇલ યુપીના કાનપુર ખાતેની ફેક્ટરીમાં બની છે. આ મિસાઇલમાં ફાયર કર્યા પછી દિશા બદલવાની સુવિધા છે અને એેને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. ડીઆરડીઓએ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકા માર્ક-3નો વિકાસ કર્યો્ છે. પિનાકા માર્ક-2ની ક્ષમતા 60 કિમીના વિસ્તારમાં એટેક કરવાની છે જ્યારે માર્ક-3 90 કિમી દુર સુધી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે