એસબીઆઈએ ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડને લઈને આપી સલાહ, એલન મસ્ક બન્યા પ્રેરણા!

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી સતત પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ બેન્કિંગ માટે મજબૂત પાસવર્ડ રાખવાની સલાહ આપી રહ્યું છે. આ વખતે એસબીઆઈ એલન મસ્કથી પ્રેરિત થયું અને જાણો શું કહ્યું છે દેશની સૌથી મોટી બેન્કે.

એસબીઆઈએ ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડને લઈને આપી સલાહ, એલન મસ્ક બન્યા પ્રેરણા!

નવી દિલ્હીઃ ટેલ્સાના સીઈઓ એલન મસ્ક હાલમા તે સમયે ચર્ચામા આવ્યા જ્યારે તેમણે પોતાના પુત્રનું નામ  X Æ A-12 મસ્ક રાખ્યુ. આ પ્રકારનું નામ જોઈને ઘણા લોકો ચકિત થઈ ગયા. હાલ સોશિયલ મીડિયા પર એલન મસ્કના પુત્રના નામને લઈને ખુબ ચ્રચા છે. હવે એવું લાગે છે કે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆર) પણ આ અનોખા નામથી પ્રેરિત થઈ ગઈ છે. 
 
માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર પર એક ટ્વીટમાં પબ્લિક સેક્ટર બેન્કે મસ્ક અને તેની ગર્લફ્રેન્ડ દ્વારા પોતાના પુત્ર માટે પસંદ કરાયેલા અનોખા નામનો ઉલ્લેખ કર્યો છે. ટ્વીટમાં એસબીઆઈએ ગ્રાહકોને પોતાનો ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ યૂનિક રાખવાનું કહ્યું છે. એસબીઆઈએ ગ્રાહકોને તે નક્કી કરવાનું કહ્યું કે, તેનો પાસવર્ડ તેના પરિવારના સભ્યોનું નામ ન હોઈ. પરિવારના કોઈ સભ્યના નામનો પાસવર્ડ બનાવવાથી એકાઉન્ટની સિક્યોરિટીને ખતરો હોઈ શકે છે. આ મેસેજ તો મહત્વપૂર્ણ છે પરંતુ આ ટ્વીટની સાથે શેર કરવામાં આવેલો ફોટો તેને વધુ રોચક બનાવે છે. શેર કરવામાં આવેલા ફોટોમાં લખ્યું છે, આપણે આપણો પાસવર્ડ મજબૂત અને બાળકનું નામ અનોખુ રાખવાનું પસંદ છે. #xæa12musk નો ઉપયોગ એક પાસવર્ડ તરીકે કરી શકાય છે. 

Apple Watch 6 રાખશે યૂઝરની મેન્ટલ હેલ્થનું ધ્યાન, પેનિક એટેકથી બચાવવાનો પ્રયત્ન

એસબીઆઈએ ટ્વીટર પોસ્ટમાં લખ્યું છે, 'પોતાનો પાસવર્ડ અપડેટ કરવા માટે રિમાઇન્ડર છે અને કોઈ પરિવારના સભ્યોના નામનો પાસવર્ડ ન બનાવે. ત્યારબાદ એસબીઆઈએ #ElonMusk, #xæa12musk અને #xæa12 જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. તેનાથી સંકેત મળે છે કે એસબીઆઈએ એલન મસ્કના બાળકના નામ વિશે ઘણું સંશોધન કર્યું છે.'

— State Bank of India (@TheOfficialSBI) May 8, 2020

હાલમાં એક કોમેડિયન જો રોગન સાથે એક ઇન્ટરવ્યૂમાં એલન મસ્કે  X Æ A-12 Musk ના નામનો અર્થ અને ઉચ્ચારણ વિશે સ્પષ્ટતા આપી હતી. રોગને જ્યારે મસ્કને પૂછ્યુ કે તે પોતાના બાળકને કઈ રીતે બોલાવે છે તો મસ્કે પહેલા સ્પષ્ટ કર્યુ કે આ નામ તેણે નહીં પરંતુ તેની પાર્ટનર ગ્રિમ્સે રાખ્યુ છે. મસ્કે આગળ કહ્યુ, 'મારો મતલબ માત્ર X  થાય છે, અર X  ત્યારબાદ  AEને ash બોલે છે.' નામમાં  A12 પર તેમણે કહ્યું કે, આવુ તેણે પ્લેન Archangel 12 ના સન્માનમાં કર્યુ છે. મસ્ક પ્રમાણે, આ અત્યાર સુધીનું સૌથી કૂલ પ્લેન છે. મહત્વનું છે કે Archangel 12  એક સ્પાઇ પ્લેન હતુ જેને CIAએ 1960માં બનાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news