લેટેસ્ટ ફિચર્સ સાથે લોન્ચ થઇ ઇલેક્ટ્રિક Tata Nexon, જાણો બુકિંગની રકમ અને ફિચર્સ વિશે

ટાટા મોટર્સ (Tata Motors) ની કોમ્પેક્ટ એસયૂવી કાર નેક્સોનના ઇલેક્ટ્રિક અવતાર પરથી પડદો ઉઠી ગયો છે. ટાટા મોટર્સે Nexon EV ને મુંબઇમાં લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે નેક્સોન ઇવી 17 ડિસેમ્બરે લોન્ચ કરવાની હતી, પરંતુ કોઇ કારણોસર ટાટાએ આમ ન કર્યું. આ કારને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.

લેટેસ્ટ ફિચર્સ સાથે લોન્ચ થઇ ઇલેક્ટ્રિક Tata Nexon, જાણો બુકિંગની રકમ અને ફિચર્સ વિશે

નવી દિલ્હી: ટાટા મોટર્સ (Tata Motors) ની કોમ્પેક્ટ એસયૂવી કાર નેક્સોનના ઇલેક્ટ્રિક અવતાર પરથી પડદો ઉઠી ગયો છે. ટાટા મોટર્સે Nexon EV ને મુંબઇમાં લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે નેક્સોન ઇવી 17 ડિસેમ્બરે લોન્ચ કરવાની હતી, પરંતુ કોઇ કારણોસર ટાટાએ આમ ન કર્યું. આ કારને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. તો બીજી તરફ નેક્સોન ઇવીનું બુકિંગ 20 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યું છે અને તેની કિંમત લગભગ 15 થી 17 લાખ રૂપિયા વચ્ચે રહેશે. 

પાવર અને સ્પીડના મામલે શાનદાર
નેક્સોન ઇવી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર છે. જેમાં નવી Ziptron ટેક્નોલોજી આપવામાં આવી છે. ટાટા પોતાની ઇલેક્ટ્રિક એસયૂવીની બેટરી અને મોટર પર 8 વર્ષ/1,60,000 કિલોમીટરની વોરન્ટી આપી રહી છે. તેમાં 30.2kWh lithium-ion બેટરી આપવામાં આવી છે. 95kW ની ઇલેક્ટ્રિક મોટરની મદદથી નેક્સોન ઇવી 129hp નો પાવર અને 245Nmનો ટોર્ક જનરેટ કરશે. ટાટાનો દાવો છે કે ઇલેક્ટ્રિક કાર ફક્ત 4.6 સેકન્ડમાં 60 કિલોમીટર પ્રતિ કલાક અને 9.9 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. 

એક કલાકમાં થઇ જશે ફૂલ ચાર્જ
Modified Indian Driving Cycle પર નેક્સોન ઇવીની રેંજ એકવાર ફૂલ ચાર્જ થતાં 300 કિલોમીટરથી વધુ કહેવામાં આવી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તેણે આ કારને ટેસ્ટિંગ દરમિયાન 10 લાખ કિલોમીટર ચલાવી છે. DC fast charger ની મદદથી તમે તેને ફક્ત એક કલાકમાં 0 થી 80 ટકા ચાર્જ કરી શકો છો. તો બીજી તરફ 15A AC chargerથી ફૂલ ચાર્જ થતાં આ કારને 8 થી 9 કલાકનો સમય લાગશે. 

નેક્સોન ઇવીને ટાટાએ ખૂબ આકર્ષક લુક આપ્યો છે. આ પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી નેક્સોન કરતાં ખૂબ અલગ દેખાઇ છે. જોકે સાઇઝના મામલે ઇલેક્ટ્રિક નેક્સોન ફ્યૂલથી વધુ ચાલનાર નેક્સોનની બરાબર છે. આ કારમાં એક યૂનિક પેન્ટ ઓપ્શન 'Electric Teal' પણ મળી રહી છે. આ કલર 2019 Geneva motor show માં રજૂ કરવામાં આવી Altroz EV માં પણ જોવા મળી હતી.
 

ઇંટિરિયર
કાર જેટલી બહારથી આકર્ષક છે, એટલી જ અંદરથી પણ સારી છે. આ નવી ઇલેક્ટ્રિક કારમાં 7 ઇંચની ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર અને સેન્ટર કન્સોલ મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ કારમાં ગિયર સિલેક્ટર એક ડાયલના રૂપમાં આપવામાં આવ્યું છે. Nexon EV માં 30થી વધુ કનેક્ટિવિટી ફીચર્સ મળશે અને તેને તમે તમારા સ્માર્તફોન સાથે જોડી શકો છો. 

વેરિએન્ટ્સ 
નેક્સોન ઇવીના ત્રણ વેરિએન્ટ- XM, XZ+ અને XZ+ LUX હશે. તેમાં એન્ટ્રી લેવલ નેક્સોન ઇવીમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, મોટર માટે ડ્રાઇવ મોડ્સ, કીલેસ એન્ટ્રી અને પુશ-બટન સ્ટાર્ટ જેવા શાનદાર ફીચર્સ મળશે. તો બીજી તરફ XZ+ માં ડુઅલ ટોન કલર ઓપ્શન, 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિયર કેમેરા અને લેધર-રેપ્ડ સ્ટિયરિંગ મળશે. કારના ટોપ મોડલમાં XM અને XZ+ વેરિએન્ટના બધા બધી ફીચર્સ સાથે સનરૂફ, leatherette સીટ્સ, ઓટોમેટિક વાઇપર અને હેડહાઇટ્સ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news