ખરીદ્યા વિના ઘરે લઇ આવો ટાટાની નવી ઇલેક્ટ્રિક Nexon, જુઓ શું છે સ્કીમ

Tata Motors એ પણ પોતાની SUV Nexon EV પર એક સ્પેશિયલ સબ્સક્રિપ્શન ઓફર રજૂ કરી છે. આ સબ્સક્રિપ્શન ઓફર ફક્ત 30 નવેમ્બર 2020 સુધી અને પહેલાં 100 ગ્રાહકો માટે માન્ય છે. આ સ્પેશિયલ ઓફર ફક્ત પાંચ શહેરોમાં ઉપલબ્ધ છે. 

ખરીદ્યા વિના ઘરે લઇ આવો ટાટાની નવી ઇલેક્ટ્રિક Nexon, જુઓ શું છે સ્કીમ

નવી દિલ્હી: ધીમે ધીમે ઓટો કંપનીઓ સાથે-સાથે લોકોનું વલણ પણ ઇલેક્ટ્રિક ગાડીઓ તરફ વધી રહ્યું છે. આજકાલ દરેક મોટાભાગની ઓટો કંપનીઓ સબ્સક્રિપ્શન મોડલને ઝડપથી અપનાવી રહી છે. જેમાં ગ્રાહકને ગાડી ખરીદવાની જરૂર નથી, દર મહીને ભાડુ ચૂકવીને તેને ચલાવી શકે છે. Tata Motors એ પણ પોતાની SUV Nexon EV પર એક સ્પેશિયલ સબ્સક્રિપ્શન ઓફર રજૂ કરી છે. આ સબ્સક્રિપ્શન ઓફર ફક્ત 30 નવેમ્બર 2020 સુધી અને પહેલાં 100 ગ્રાહકો માટે માન્ય છે. આ સ્પેશિયલ ઓફર ફક્ત પાંચ શહેરોમાં ઉપલબ્ધ છે. 

ખરીદ્યા વિના ઘરે લઇ આવો ટાટાની Nexon EV
આ ઓફર હેઠળ ગ્રાહક દર મહીને ફક્ત 34,900 રૂપિયાથી શરૂ થનાર ભાડા પર Nexon EV ને ચલાવવાનો અનુભવ લઇ શકો છો. એટલે કે ભાડા ઉપરાંત ગ્રાહકોને કોઇપણ વધારાનો રોડ ટેક્સ અને રજીસ્ટર્ડ, વિમા રીન્યૂઅલ, સર્વિસિંગ અને દેખરેખની ચૂકવણી જરૂર નથી. ગ્રાહકો આ પ્લાન હેઠળ પોતાની જરૂરિયાતો અનુસાર સબ્સક્રિપ્શનને 18 મહિનાથી 24 મહિના અથવા 36 મહિનાના સમય માટે સિલેક્ટ કરી શકો છો. સબ્સક્રિપ્શન ખતમ થયા બાદ ગ્રાહક અથવા તો પ્લાનને વધારી શકો છો અથવા કંપનીને ગાડી પરત કરી શકો છો. 

આ શહેરોમાં મળશે સબ્સક્રિપ્શન
હાલ આ સ્પેશિયલ સબ્સક્રિપ્શન યોજના દિલ્હી-એનસીઆર, મુંબઇ, પૂણે, હૈદ્વાબાદ અને બેંગ્લોરમાં શરૂ કરવામાં આવી છે. નવા સબ્સક્રિપ્શન મોડલ માટે ટાટાએ Orix Auto Infrastructure Services સાથે ભાગીદારી કરી છે. 

રિસ્પોન્સને જોઇને વધારી શકે છે ઓફર
રિસ્પોન્સને જોઇને ફક્ત 100 ગ્રાહક આ ઓફરનો ફાયદો ઉઠાવી શકશે. ભલે એક નાનકડો આંકડો લાગે છે, પરંતુ કંપનીએ સ્પષ્ટરૂપે આમ કહ્યું નથી. જો ગ્રાહકોની શરૂઆતી રિસ્પોન્સ સારો મળે છે તો આ ઓફરને વધુ વધુ ગ્રાહકો માટે અન્ય શહેરોમાં પણ શરૂ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news