એક એવી ટ્રેન જે 121 વર્ષથી પાટાની ઉપર નહીં પણ પાટા પર લટકીને ચાલે છે! કરવી છે મુસાફરી?
અહીં દોડે છે એક એવી વિચિત્ર ટ્રેન જે તમે ક્યારેય નહીં જોઈ હોય...શું તમે ક્યારેય સાંભળ્યું છેકે, પાટા પર દોડવાને બદલે ટ્રેન ધાબા પર દોડવા લાગી....અહીં તો એના કરતા પણ નવાઈ પમાડે તેવી વાત છે.
Trending Photos
નવી દિલ્લીઃ જો આપને કોઈ એવા દેશમાં યાત્રા કરવી છે જ્યાં ટ્રેન ટ્રેક પર નહીં પણ ટ્રેકની નીચે લટકીને ચાલતી હોય તો આપ જર્મની જતા રહેજો. જર્મનીમાં આપને એવી ટ્રેનમાં મુસાફરી કરી શક્શો. આ ટ્રેનમાં મુસાફરીની અલગ જ મજા છે. જો આપને એડવેન્ચર પસંદ છે. તો એક વખત આવી ટ્રેનમાં જરૂરથી મુસાફરી કરજો. વિશ્વાસ કરો આ ટ્રેનને જોઈને આપ પાટા પર દોડતી ટ્રેનોને ભૂલી જશો. આ હેંગિગ ટ્રેન જોવામાં પણ ખુબ સરસ લાગે છે.
આ હેંગિગ ટ્રેન લગભગ 13.3 કિલોમીટરના વિસ્તારમાં ચાલે છે. આ દરમિયાન વચ્ચે 20 સ્ટેશન આવે છે જ્યાં આ ટ્રેન રોકાય છે. આ ટ્રેનને દુનિયાની સૌથી જૂની મોનોરેલ પણ કહેવાય છે. જર્મનીના વુપ્પર્ટલમાં ચાલતી આ હેંગિગ ટ્રેન વર્ષ 1901માં શરૂ થઈ હતી. વુપ્પર્ટલ જર્મનીનું જૂનુ શહેર છે. આ શહેરમાં જ્યારે ટ્રેન ચલાવવા માટે જગ્યા નહોતી બચી ત્યારે આ પ્રકારે હેંગિગ ટ્રેન શરૂ કરવાનો આઈડિયા આવ્યો હતો. આ ટ્રેનમાં રોજેરોજ હજારો લોકો મુસાફરી કરે છે. જોકે એક વખત આ હેંગિગ ટ્રેનનો અકસ્માત પણ થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હેંગિગ ટ્રેન વર્ષ 1999માં વુપ્પર નદીમાં પડી ગઈ હતી. જેમાં 5 યાત્રિકોના મૃત્યુ થયા હતા. આ ટ્રેન ઈલેક્ટ્રિકસિટી પર ચાલે છે અને જમીનથી લગભગ 39 ફૂટની ઉંચાઈ પર ચાલે છે. આ ટ્રેનમાં બેસીને આપને એવુ લાગશે જાણે આપ ઉંધા લટકીને યાત્રા કરો છો.આ મોનોરેલ નદી અને ઝરણાના પાર કરીને જાય છે. જો આપને પણ આ ટ્રેનમાં બેસીને આનંદ લેવો છે તો આપ જર્મનીના આ વુપ્પર્ટલ શહેર જઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે