Tecno Spark 5 બજેટ સ્માર્ટફોન લોન્ચ, જાણો ખાસિયતો
પાછલા વર્ષે ભારતમાં લોન્ચ થયેલ ટેક્નો સ્પાર્ટ 4નું અપગ્રેડેડ મોડલ Techno Spark 5 આવી ગયું છે. આ સ્માર્ટફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 પર ચાલે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચીની સ્ટાર્ટઅપ ટ્રાંઝિશન હોલ્ડિંગ્સે ટેક્નો બ્રેન્ડ હેઠળ પોતાનો નવો હેંડસેટ લોન્ચ કરી દીધો છે. Tecno Spark 5 કંપનીના સ્પાર્ક 4 સ્માર્ટફોનનું અપગ્રેડેડ મોડલ છે. ટેક્નો સ્પાર્ક 4 પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયો હતો. સ્પાર્ક સિરીઝ એક બજેટ સિરીઝ છે અને તેના ભાવ ઘણા સસ્તા રહે છે. ટેક્નો સ્પાર્કની ખાસિયતની વાત કરીએ તો તેમાં 5000mAh ની મોટી બેટરી છે અને તે એન્ડ્રોઇડ 10 પર ચાલે છે.
Tecno Spark 5: કિંમત
ટેક્નો સ્પાર્ક ઘાનામાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને તેની કિંમત આશરે 125 ડોલર (આશરે 9500 રૂપિયા) છે. મહત્વનું છે કે ભારતમાં સ્પાર્ક 4ને 7999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન મિસ્ટી ગ્રે, વકેશન બ્લૂ, આઇસ જૈડાઇટ અને સ્પાર્ક ઓરેન્જ કલરમાં આવે છે.
Tecno Spark 5: સ્પેસિફિકેશન્સ
સ્પાર્ક 5માં 6.6 ઇંચ એચડી+ ડિસ્પ્લે છે અને તેની રેજોલૂશન 720×1600 પિક્સલ છે. ડિસ્પ્લેની સ્ક્રીન ટૂ-બોડી રેશિયો 90.2 ટકા છે અને આ હોલ-પંચ ડિઝાઇનની સાથે આવે છે. રિયર પર તેમાં એક ખાસ ગ્રવિંગ પેટર્ન મળે છે.
ટેક્નોના આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર છે અને તેમાં મીડિયાટેક ચિપસેટ થવાની આશા છે. ફોનમાં 2 જીબી રેમ તથા 32 જીબી એક્સપેન્ડેબલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
આ મહિનાના અંત સુધી લૉન્ચ થઈ શકે છે ભારતમાં WhatsApp Pay
કેમેરાની વાત કરીએ તો ફોનમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા એલઈડી ફ્લેશની સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં રિયર પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જેની ઉપર ટેક્નોની કસ્ટમ HiOS 6.1 સ્ક્રિન છે. ફોનને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે. ક્નેક્ટવિટી માટે આ સ્માર્ટફોનમાં 4જીબી વીઓએલટીઈ, 3.5 એમએમ હેડફોન જેક જેવા ફીચર્સ મળે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે