Airtel ને ટક્કર આપી રહ્યો છે Jio નો આ પ્લાન, 349 રૂપિયામાં ડેટા, કોલિંગ અને SMS નો ફાયદો

Jio vs Airtel Rs 350 Plan: જિયો અને એરટેલ બંને ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્રીપેડ પ્લાન્સના ભાવમાં વધારો કરી દીધો છે. અહીં અમે તમને જિયો, એરટેલના એક એવા પ્લાન વિશે જણાવીશું, જેમાં એક બરાબર કિંમતમાં એરટેલથી 14GB વધુ એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. 

 Airtel ને ટક્કર આપી રહ્યો છે Jio નો આ પ્લાન, 349 રૂપિયામાં ડેટા, કોલિંગ અને SMS નો ફાયદો

Jio vs Airtel Rs 350 Plan: જિયો અને એરટેલ બંને ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. તેવામાં આ બંને કંપનીઓની તુલના કરી એક એવો પ્લાન શોધવો જેમાં તમને ઓછા ખર્ચમાં વધુ ફાયદો મળે તે મુશ્કેલ થઈ જાય છે. જો તમે 350 રૂપિયાથી ઓછામાં જિયો કે એરટેલનો એક એવો પ્લાન શોધી રહ્યાં છો જે મહિનો ચાલે અને ભરપૂર ડેટા મળે. તો તમારી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે, કારણ કે અમે અહીં તમને જિયો, એરટેલના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેમાં બરાબર કિંમતમાં એરટેલથી વધુ 14 જીબી ડેટા મળી રહ્યો છે. આવો આ બંને પ્લાન વિશે જાણીએ.

Airtel નો 349 રૂપિયાવાળો પ્લાન
એરટેલના 249 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાન ડેલી 100 એસએમએસ પણ આપે છે. આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા સામેલ છે. અન્ય ફાયદામાં Airtel Xstream Play સબ્સક્રિપ્શન (ફ્રી 20+ OTT), Apollo 24|7  સર્કલ, ફ્રી હેલોટ્યુન અને Wynk Music સબ્સક્રિપ્શન મળે છે. 

Jio નો 349 રૂપિયાવાળો પ્લાન
Jio ના 349 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન કુલ 56GB હાઈ સ્પીડ ડેટા સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળે છે. એસએમએસની વાત કરીએ તો યુઝર્સને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. અન્ય ફાયદામાં  JioTV, JioCinema અને JioCloud નું સબ્સક્રિપ્શન સામેલ છે. હાઈ સ્પીડ ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. 

Jio vs Airtel માં કોનો પ્લાન બેસ્ટ?
જિયો અને એરટેલના પ્લાનમાં ડેટાનું અંતર છે. જ્યાં જિયો પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળી રહ્યો છે તો એરટેલના પ્લાનમાં 1.5 જીબી ડેટા મળી રહ્યો છે. તેથી જિયોના પ્લાનમાં એરટેલ કરતા 14જીબી એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. બંને પ્લાનમાં બાકીના બેનિફિટ્સ બરાબર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news