Car લઈને બહાર ફરવા જતા પહેલાં સાથે રાખી લો આ જરૂરી સામાન, નહીં તો થવું પડશે હેરાન

રૂટિન લાઈફમાંથી બ્રેક લઈને ફેમિલી સાથે કે ફ્રેન્ડસ સાથે ફરવા જવું એ કોને પસંદ ન હોય, આપણે વ્યસ્તતામાંથી સમય કાઢીને વીકએન્ડમાં કે ઉનાળની રજાઓમાં બહાર ફરવાનું પ્લાનિંગ કરીએ છીએ. બહુ દૂર જવાનું હોય તો આપણે વિમાન કે ટ્રેનમાં ફરવા જતા હોઈએ પરંતુ ઘણીવાર આપણે પોતાની કાર લઈને ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હોય છે જેનો ઉત્સાહ અને રોમાંચ અનેરો છે, તો જો આ મજામાં અડચણ ઉભી ન કરવી હોય તો ટ્રાવેલિંગ દરમિયાન સાથે આ વસ્તુઓ અચૂકથી રાખો

Car લઈને બહાર ફરવા જતા પહેલાં સાથે રાખી લો આ જરૂરી સામાન, નહીં તો થવું પડશે હેરાન

ઝી બ્યૂરો, અમદાવાદઃ રૂટિન લાઈફમાંથી બ્રેક લઈને ફેમિલી સાથે કે ફ્રેન્ડસ સાથે ફરવા જવું એ કોને પસંદ ન હોય, આપણે વ્યસ્તતામાંથી સમય કાઢીને વીકએન્ડમાં કે ઉનાળની રજાઓમાં બહાર ફરવાનું પ્લાનિંગ કરીએ છીએ. બહુ દૂર જવાનું હોય તો આપણે વિમાન કે ટ્રેનમાં ફરવા જતા હોઈએ પરંતુ ઘણીવાર આપણે પોતાની કાર લઈને ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હોય છે જેનો ઉત્સાહ અને રોમાંચ અનેરો છે, તો જો આ મજામાં અડચણ ઉભી ન કરવી હોય તો ટ્રાવેલિંગ દરમિયાન સાથે આ વસ્તુઓ અચૂકથી રાખો

1. પંચર કિટ:
માની લો કે તમે વાહન લઈને બહાર ફરવા નીકળ્યા હોય, ઘણા આગળ નીકળી જાવ અને રસ્તામાં પંચર પડી જાય અને તેવામાં કારમાં રાખેલું સ્ટેપની ટાયર પણ પંચર હોય તો કેવી હાલત થાય, ત્યારે ભવિષ્યમાં આવી સમસ્યાથી બચવું હોય તો બજારમાં વ્યાજબી ભાવે ટાયર પંચર કિટ મળે છે, ઓનલાઈન આ કિટ મળી રહે છે. આ કિટની મદદથી તમે જાતે જ કારના ટાયરનું પંચર કરી શકો છો.

2. મેડિકલ કિટ:
જો તમે ટ્રાવેલિંગ કરતા હોવ અને અકસ્માતનો ભોગ બન્યા તો, તેવામાં તમારી કારમાં પ્રાથમિક સારવારની વસ્તુઓ હોય તો તે ખૂબ કામ આવે છે. આ સિવાય ફર્સ્ટ એઇડ કીટ અને સાથે ચક્કર કે ઉલટીની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે મેડિસીન રાખવી જોઈએ. હવે કાર કંપનીઓ કાર સાથે ફર્સ્ટ એઇડ કીટ પૂરી પાડે છે, પરંતુ તેના કરતાં વધુ સારી, અસરકારક દવાઓ એક બોક્સમાં રાખો. ઈમરજન્સીની પરિસ્થિતિમાં તમે પ્રાથમિક સારવાર મેળવી શકો છો.

3. એકસ્ટ્રા ટાયર:
પંચર કીટની સાથે તમારી કારમાં વધારાનું ટાયર હોવું જરૂરી છે અને એ પણ સારી કન્ડિશનમાં...વધારાના ટાયરની સાથે જેક હોવો પણ જરૂરી છે. ટાયર બદલવા માટે જેકનો ઉપયોગ કરવો જરૂરી છે. જ્યારે રસ્તામાં પંચર પડે તો તમે ફટાફટ ટાયર બદલી શકો છો અને તમારા સફરને ફરી શરૂ કરી શકો છો.

4. જરૂરી દસ્તાવેજો:
જો તમે લાંબી મુસાફરીમાં નીકળ્યા હોવ તો પોતાના આઈડી કાર્ડ અને મહત્વના દસ્તાવેજો સાથે રાખવાનું ન ભૂલો. ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ, વાહનનો વીમો, પીયૂસીનો સમાવેશ થાય છે. આ ઓરિજનલ ડોક્યુમેન્ટસની સાથે તેની કોપી પણ સાથે રાખો અથવા તમે મોબાઈલમાં ડિજીલોકર એપ્લિકેશનમાં તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી રાખો.. ડોક્યુમેન્ટ્સ સાથે એટલા માટે રાખવા જરૂરી કે ક્યાંક ઓરીજનલ કોપી માગે તો ક્યાંક એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટ હોય તો ચાલી જાય.

5. રેફલેફટર્સ અને ટોર્ચ:
કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં રિફલેફટર્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.  જો કાર ખરાબ થઈ હોય અને તમે ત્રિકોણ આકારનું ચમકતું રિફલેક્ટર કારની બાજુમાં મૂકી શકો છો . આ રિફલેકટર્સ ત્યાથી પસાર થતા વાહનચાલકોને દેખાય છે, અને તે રિફલેક્ટર જોઈને વાહનચાલક સમજી જશે કે તમને મદદની જરૂર છે. આ સાથે તમે એક ફલેશલાઈટ અને ટોર્ચ પણ સાથે રાખી શકો જેથી રાતના સમયે તમારી આસપાસની ગતિવિધીઓ પર નજર રાખી શકો.

6. GPRS અને મેપ:
કોઈપણ પ્રવાસની શરૂઆત થાય તે પહેલા આખા રસ્તાનો મેપ તમે ડાઉનલોડ કરી લો અથવા તે રસ્તાનો નકશો સાથે રાખી લો.તમને થશે કે સ્માર્ટફોનમાં જ્યારે ગુગલ મેપ હોય તો નકશો રાખવાની ક્યા જરૂર? કેમ કે કોઈ એવા સ્થળે તમે હોવ જ્યા ઈન્ટરનેટ ના હોય તેવામાં મોબાઈલમાં ડાઉનલોડ કરેલ મેપ કે સાથે રાખેલો નકશો કામ આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news