મોંઘોદાટ મોબાઇલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો આ રહ્યા એને શોધવાનો સરળ રસ્તો

ઇન્ટરનેટ પર એવી અનેક વેબસાઇટ છે ખોવાયેલા કે ચોરાઈ ગયેલા મોબાઇલને શોધવામાં મદદરૂપ થાય છે

મોંઘોદાટ મોબાઇલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો આ રહ્યા એને શોધવાનો સરળ રસ્તો

નવી દિલ્હી : જો તમારો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયો હોય તો હવે હેરાન થવાની કોઈ જરૂર નથી. ખાસ ટ્રીકની મદદથી તમે સમયસર તમારો ખોવાયેલો કે ચોરાયેલો ફોન બીજીવાર મેળવી શકો છો, ઇન્ટરનેટ પર એવી અનેક વેબસાઇટ્સ છે જે તમને ખોવાયેલો કે ચોરાયેલો ફોન પરત મેળવવામાં મદદ કરે છે. ફોન ખોવાઈ જાય એવા સંજોગોમાં મોબાઇલ સર્વિલન્સ માટે હવે પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા નહીં પડે. આ માટે હવે આ સાઇટ્સ પર જઈને ફોનનો આઇએમઇઆઇ નંબરનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. હવે જ્યારે નવો ફોન ખરીદો ત્યારે સૌથી પહેલાં ફોનનો આઇએમઇઆઇ નંબર *#06# પર ડાયલ કરીને નોટ કરી લો. આ પછી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવીને તમે ખોવાયેલો ફોન શોધી શકો છો. 

આ વેબસાઇટ્ની મદદથી શોધી શકાશે મોબાઇલ

ગૂગલ એકાઉન્ટથી સિન્ક કરો ફોન 
એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર (એ્ન્ડ્રોઇડ) કે આઇફોન (આઇઓએસ) ગુમ કે ચોરી થવાની પરિસ્થિતિમાં આ ટ્રિકનો ઉપયોગ કરવો જોઈએ. ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ)માં ઇન બિલ્ડ ટ્રેકર છે એટલે કે એના માટે અલગથી એપ ડાઉનલોડ નહીં કરવી પડે. આનો ઉપયોગ કરવા માટે તમારે ADMને ઓન કરવું પડશે અને ફોનને લોક કે સાફ કરવાની પરવાનગી દેવી પડશે. આ પછી તમારે ફોનને ગૂગલ એકાઉન્ટ સાથે સિન્ક કરવું પડશે અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવું પડશે. 

ટેક માય ફોન ફિચરનો કરો વપરાશ
ફોન ખોવાઈ જવાની કે ચોરી થઈ જવાની સ્થિતીમાં તમે ટેક માય ફોન ફિચરનો ઉપયોગ વેબ કે બીજા મોબાઇલથી કરી શકો છો. ગૂગલ પર ટેક માય ફઓન લખીને સર્ચ કરવામાં આવે તો વિકલ્પ આપશે અ્થવા તો એન્ડ્રોઇડ ફોનમાં એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર એપને ડાઉનલોડ કરીને ફોન ટેક ઓફ કરી શકાય છે. આમાં જી મેઇલ આઇડીથી લોગ-ઇન કરી શકાય છે. 

આ વાતોનું રાખો ધ્યાન

  • દરેક મોબાઇલ કે સ્માર્ટફોનમાં આઇએમઇઆઇ નંબર હોય છે
  • તમે ફોનથી *#06# ડાયલ કરીને મોબાઇલ ફોનનો આઇએમઇઆઇ નંબર શોધી શકો છો
  • આ નંબરને યોગ્ય જગ્યાએ સાચવીને લખી લેવાથી મોબાઇલ ખોવાની કે ચોરી થવાની સ્થિતિમાં એ  બહુ કામ લાગી શકે છે
  • આ નંબરની મદદથી તમે મોબાઇલ ફોન ટેક કરી શકો છો
  • આઇએમઇઆઇ નંબર જોવા માટે હેન્ડસેટની બેટરી કાઢીને પેનલમાં લાગેલા સ્ટીકર પરથી આઇએમઇઆઇ નંબર શોધી શકો છો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news