FlyinG Camera Smartphone: હવામાં ડ્રોનની માફક ઉડશે સ્માર્ટફોનનો કેમેરો! ઉડીને લેશે ફોટો અને વીડિયો
સમય સાથે ટેક્નોલોજી એડવાન્સ થતી જાય છે. જ્યાં પહેલાં ફોનમાં કેમેરો હોવો મોટી વાત ગણવામાં આવતી હતી અને ત્યારબાદ સેલ્ફી કેમેરાનો દૌર આવ્યો. તો બીજી તરફ ટેક્નોલોજી તેનાથી આગળ નિકળી ગઇ છે.
Trending Photos
નવી દિલ્હી: સમય સાથે ટેક્નોલોજી એડવાન્સ થતી જાય છે. જ્યાં પહેલાં ફોનમાં કેમેરો હોવો મોટી વાત ગણવામાં આવતી હતી અને ત્યારબાદ સેલ્ફી કેમેરાનો દૌર આવ્યો. તો બીજી તરફ ટેક્નોલોજી તેનાથી આગળ નિકળી ગઇ છે. હવે સ્માર્ટફોન્સમાં ડ્રોન કેમેરાવાળા ફીચર જોવા મળશે. ચીની સ્માર્ટફોન કંપની વીવો (Vivo) જલદી પોતાના ફોનમાં ફ્લાઇંગ કેમેરા લઇને આવશે.
ગત વર્ષે પેટેંટ કરી હતી ફાઇલ
Vivo એ ગત વર્ષે આ સ્માર્ટફોનના ડિઝાઇનની પેંટેટ ફાઇલ કરી હતી, જે મુજબ વીવોના આ ફોનમાં ફ્લાઇંગ કેમેરા મળશે. જેમ કે પેટેંટમાં જણાવવામાં આવ્યું છે કે આ કેમેરા ફોનની બોડીથી અલગ થઇને ડ્રોનની માફક ઉડીને ફોટો ક્લિક કરશે અને વીડિયો પણ બનાવશે. જોકે જોવામાં આ ફોન સામાન્ય સ્માર્ટફોન્સ ની માફક જ હશે. ફક્ત તેનો કેમેરો હશે.
આ રીતે ટક્કરથી બચશે કેમેરો
વીવોના આ ડિટેચેબલ કેમેરામાં મોડ્યૂલમાં ચાર પ્રોપેલર આપવામાં આવ્યા છે. જેની મદદથી કેમેરો સરળતાથી હવામાં ઉડવા લાગશે. ફોનની બેટરીથી એક અલગ બેટરી આપવામાં આવી છે. સાથી તેમાં કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ફ્લાઇંગ કેમેરામાં બે ઇંફ્રારેડ સેન્સર પણ લાગેલા છે, જોકે ઉડતી વખતે કેમેરાને કોઇની સાથે ટકરાતા બચાવશે.
મળશે ફોલો મોડ
Vivo પોતાના ફ્લાઇંગ કેમેરામાં ખાસ ટેક્નોલોજીનો યૂઝ કરશે, જેમાં યૂઝરને ફોલો મોડ મળશે. તેમાં કેટલા એર જેસ્ચર પણ આપવામાં આવી શકે છે. જોકે અત્યારે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે આ ફોન ક્યારે લોન્ચ કરવામાં આવશે. એ પણ ક્લિયર નથી કે આ સક્સેસ થશે કે નહી. પરંતુ ટેક્નોલોજી જરૂર સામે આવી છે.
આ કંપની પણ લાવી શકો છે આવો ફોન
વીવોના આ ફ્લાઇંગ ફોન બાદ ઓપ્પો, શાઓમી, રિયલમી, વનપ્લસ પણ આવી ટેક્નોલોજીના સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વીવોના આ ફોનને કેટલી સફળતા મળે છે અને કઇ રીતે કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે