WhatsApp Desktop: વોટ્સઅપે પોતાના વેબ વર્જનને બનાવ્યું સિક્યોર, લોન્ચ થયું નવું ફીચર

WhatsApp latest feature: . હવે વધુ એક લેટેસ્ટ ફીચરની જાણકારી સામે આવી રહી છે. આ ડેસ્કટોપ અથવા વેબ વર્જન માટે સ્ક્રીન લોક ફીચર છે. હાલ વોટ્સએપ લોક એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે. સમાચાર છે કે જલદી જ વોટ્સએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર પણ તમને સ્ક્રીન લોકનું ફીચર મળવાનું છે. આવો આ વિશે ડિટેલમાં વાત કરીએ. 

WhatsApp Desktop: વોટ્સઅપે પોતાના વેબ વર્જનને બનાવ્યું સિક્યોર, લોન્ચ થયું નવું ફીચર

WhatsApp Desktop Version: વોટ્સએપે તાજેતરમાં જ યૂઝર્સ એક્સપિરિયન્સને સારો બનાવવા માટે ઘણા નવા ફીચર્સને રોલ આઉટ કર્યા છે. હવે વધુ એક લેટેસ્ટ ફીચરની જાણકારી સામે આવી રહી છે. આ ડેસ્કટોપ અથવા વેબ વર્જન માટે સ્ક્રીન લોક ફીચર છે. હાલ વોટ્સએપ લોક એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે. સમાચાર છે કે જલદી જ વોટ્સએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર પણ તમને સ્ક્રીન લોકનું ફીચર મળવાનું છે. આવો આ વિશે ડિટેલમાં વાત કરીએ. 

જલદી જ લોન્ચ થશે ડેસ્કટોપ સ્ક્રીન લોક ફીચર
WhatsApp ના દરેક પગલાં પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo ના લેટેસ્ટ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે વોટ્સએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર જલદી જ સિક્યોરિટી માટે સ્ક્રીન લોકનું ફીચર લોન્ચ થવાનું છે. જાણકારી અનુસાર અત્યાર સુધી ફીચર ફક્ત વોટ્સએપ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ હતું, પરંતુ હવે જલદી જ તેને ડેસ્કટોપ તથા વેબ વોટ્સએપ વર્જન માટે પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. 

Wabetainfo એ પોતાના રિપોર્ટ અનુસાર આ ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યા છે. સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે વોટ્સએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન ઓપન કરતાં પાસવર્ડ પૂછવામાં આવી રહ્યા છે. સમાચાર એ છે કે હાલ આ ફીચર પર કામ ચાલુ છે. હવે આગામી સમયમાં આ જોવાનું રસપ્રદ રહેશે કે આ ફીચરનું અસલ ઇન્ટરફેસ કેવું હશે. આ ઉપરાંત કંપનીએ એન્ડ્રોઇડ તથા આઇઓએસ વર્જન પર સિક્યોરિટી માટે સ્ક્રીન લોક સુવિધા 3 વર્ષ પહેલાં રિલીઝ કરી હતી. 

WhatsApp Polls ફીચર
ઇન્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપ પર ઉમેરાયેલું સૌથી લેટેસ્ટ ફીચર ‘Poll’ છે. આ ફીચરની મદદથી યૂઝર્સ વોટ્સએપ ગ્રુપમાં પોલ ક્રિએટ કરી શકે છે. આ ટ્વિટર અને યૂટ્યૂબના પોલ ફીચરની માફક છે. તેની મદદથી તમે પોલ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. લોકોને જવાબ આપવા માટે ઘણા ઓપ્શન આપી શકો છો. લોકો જે જવાબને માર્ક કરશે, તે જવાબ પણ તમને શો થશે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news