માફિયા ડોન છોટા શકીલના ભાઇની દુબઇમાંથી ધરપકડ, ભારતનો કસ્ટડી લેવા પ્રયાસ

છોટા શકીલના ભાઇ અનવરની અબુ ધાબીના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અનવરની ધરપકડથી ભારતીય દુતાવાસ છોટા શકીલના ભાઇની કસ્ટડી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

માફિયા ડોન છોટા શકીલના ભાઇની દુબઇમાંથી ધરપકડ, ભારતનો કસ્ટડી લેવા પ્રયાસ

નવી દિલ્હી: અંડરવર્લ્ડના ડોન છોટા શકીલના ભાઇ અનવરની અબુ ધાબીના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અનવરની ધરપકડથી ભારતીય દુતાવાસ છોટા શકીલના ભાઇની કસ્ટડી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે પાકિસ્તાન દુતાવાસ પણ તેને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. અનવર પાસેથી પાકિસ્તાનનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. ત્યારે પાકિસ્તાને દાવો કર્યો છે કે અનવરની કસ્ટડી તેમના સોંપવામાં આવે.

સ્થાનિક અધિકારઓનું કહેવું છે કે અનવર વિશે પૂરતી માહિત મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. અનવર અબૂ શેખ વિરૂદ્ધ પહેલાથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે અનવર આઇએસઆઇ સાથે કામ કરતો હતો અને ભારત વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ હતો.

માફિયા ડોન છોટા શકીલનું સાચું નામ શકીલ બાબૂમિયાં શેખ છે. ડોન છોટા શકીલ 1993માં મુંબઇમાં થયેલા સીરિયલ બ્લાસ્ટનો મુખ્ય આરોપીમાંથી એક છે. અંડરવર્લ્ડના સૌથી મોટા ડોન દાઉદ ઇબ્રાહિમના ખાસ માણસ માનવામાં આવી રહ્યો છે. બોલીવુડ હસ્તીઓના પણ દાઉદ સાથેના સંબંધો હોવાની વાત બહાર આવી હતી. બોલીવુડ ફિલ્મોમાં પણ દાઉદ ઇબ્રાઇહિમના પૌસા લાગતા હોવાની વાત સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, કુખ્યાત ડોન છોટા રાજને પણ છોટા શકીલના ડરથી પોતાની ધરપકડ કરવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news