હદ છે ! ચીની રાષ્ટ્રપતિ જેવો ચહેરો હોવાથી એક વ્યક્તિને જેલમાં ધકેલી દેવાયો

એવું લાગી રહ્યું છે કે, ચીનમાં પ્રતિબંધ કરવાની જાણે ફેશન ચાલી રહી છે. જેના હેઠળ બીજિંગે વધારે એક અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે નવુ નામ લઉ કેક્વીનનું છે. જો કે તેઓ પત્રકાર નથી પરંતુ એક સંગીતકાર છે. ચીનનું તેનાથી ગભરાવાનું કારણ પણ ખુબ જ રસપ્રદ છે. સંગીતકારનો ચહેરો ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ખુબ જ મળતો આવે છે. 
હદ છે ! ચીની રાષ્ટ્રપતિ જેવો ચહેરો હોવાથી એક વ્યક્તિને જેલમાં ધકેલી દેવાયો

નવી દિલ્હી : એવું લાગી રહ્યું છે કે, ચીનમાં પ્રતિબંધ કરવાની જાણે ફેશન ચાલી રહી છે. જેના હેઠળ બીજિંગે વધારે એક અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે નવુ નામ લઉ કેક્વીનનું છે. જો કે તેઓ પત્રકાર નથી પરંતુ એક સંગીતકાર છે. ચીનનું તેનાથી ગભરાવાનું કારણ પણ ખુબ જ રસપ્રદ છે. સંગીતકારનો ચહેરો ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ખુબ જ મળતો આવે છે. 

ક્વેક્વિન એક ઓપેરા સિંગર છે. જો કે હવે તે ચીનમાં પોતાના ચાહકો માટે નહી ગાઇ શકે. તેમને ચીનમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે અને તેમની ભુલ છે તેમનો ચહેરો ચીની રાષ્ટ્રપતિ સાથે મળતો આવે છે. હવે ચહેરા માટે તો કોને દોષ દેવો જોઇએ. બીજિંગના અનુસાર સમાનતા હોવી ચીનમાં ગુનો છે. આ ગુનો માત્ર નબળા માણસ પર જ લાગુ પડે છે. લીઉ પર આરોપ છે કે, તેમનો ચહેરો દેશનાં રાષ્ટ્રપતિને મળતો આવે છે. 

આ મુદ્દે કંઇ પગલા લેવાય તેવી શક્યતા નહીવત્ત છે. શક્ય છે કે બીજા સફળ નેતાઓની જેમ જ શી જિનપિંગ કેક્વીનને કાર્બન કોપી તરીકે નિયુક્ત કરે, તેની સંભાવના ખુબ જ ઓછી છે. આશા છે કે કોઇ શી જિનપિંગને કેદમાં પડેલા બેગુનાહ જીન વૈજ્ઞાનિકોની પણ યાદ આવતી હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news