ભારતીય તિર્થયાત્રીઓ માટે ચીને કરી આ ખાસ વ્યવસ્થા, કહ્યું- ‘તમારૂં સ્વાગત છે’

કૈલાશ માનસરોવરની ગત વર્ષની યાત્રા દરમિયાન ચીનના મંત્રીઓ સાથે મુલાકાતના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના દાવા પછી ઉભા થયેલા વિવાદ વચ્ચે બેઇજિંગના રાજદૂતે કહ્યું કે દેશમાં બધા ભારતીય તિર્થયાત્રીઓનું સ્વાગત છે.

ભારતીય તિર્થયાત્રીઓ માટે ચીને કરી આ ખાસ વ્યવસ્થા, કહ્યું- ‘તમારૂં સ્વાગત છે’

નવી દિલ્હી: કૈલાશ માનસરોવરની ગત વર્ષની યાત્રા દરમિયાન ચીનના મંત્રીઓ સાથે મુલાકાતના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના દાવા પછી ઉભા થયેલા વિવાદ વચ્ચે બેઇજિંગના રાજદૂતે કહ્યું કે દેશમાં બધા ભારતીય તિર્થયાત્રીઓનું સ્વાગત છે. ચીનના રાજદૂત લૂઓ ઝોઓહુઇએ કહ્યું કે, ‘ચીન અને ચીનની સરકાર ભારતથી આવતા બધા તીર્થયાત્રીઓનું સ્વાગત કરે છે.’

આ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી ‘ચીન પ્રચારક’ તરીકે કામ કરી રહ્યાં છે. ભાજપે રાહુલને કૈલાશ માનસરોવરની તેમની યાત્રા દરમિયાન ચીનના મંત્રીઓ તેમજ અધિકારીઓ સાથે તેમની મુલાકાતને વિસ્તૃત વિગતો આપવા કહ્યું હતું. પાર્ટીએ સવાલ કર્યો કે તેમને ભારત સરકારને આ વિષયમાં જાણકારી આપી કેમ ન હતી.

ભાજપ પ્રવક્તા સંબિત યાત્રાએ પત્રકારોને કહ્યું કે, કૈલાસ માનસરોવર યાત્રા તો એક બહાનું હતું. તેઓ તો તે મંત્રીયોને મળવા ગયા હતા. રાહુલ ગાંધી કોઇ સામાન્ય નાગરીક નથી. તેમણે વિદેશ મંત્રાલયને તેની જાણકારી કેમ આપી નહીં? ભારતીય દુતાવાસને આ વિશે કેમ જણાવ્યું ન હતી? અમને તેમની મુલાકાતની વિસ્તૃત જાણાકારી જોઇએ છે.

ઓડીશામાં એક જનસભામાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ગત વર્ષ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કૈલાશ માનસરોવરની તેમની યાત્રા દરમિયાન તેમણે ચીન મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. જેમણે કહ્યું કે તેમના દેશમાં રોજગાર સર્જન કોઇ સમસ્યા નથી. ત્યારબાદ સત્તારૂઢ પાર્ટી હુમલાખોર છે. રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે હું કૈલાશ ગયો હતો ત્યારે મે તેમના કેટલાક મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. જેમણે મને જણાવ્યું કે ચીનમાં રોજગાર સર્જન કોઇ સમર્યા નથી.
(ઇનપુટ એજન્સીથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news