Gaddafi કેમ હંમેશા ખુબસુરત મહિલા ગાર્ડસને સાથે રાખતો? જાણો સૌથી ઐયાશ રાષ્ટ્રપતિની કહાની

1956માં પોતાને ઈજિપ્તના તત્કાલિન રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસિરનો શિષ્ય ગણાવનાર એક યુવકે લીબિયાના હક માટે લડવાનો દાવો કર્યો, નામ હતું તેનું મુઅમ્મર ગદ્દાફી. નાસિરે સ્વેજ નેહરોને ઈજિપ્તની ખાસિયત ગણાવી રસ્તો બનાવ્યો હતો, તો ગદ્દાફીએ લીબિયાના તેલના ભંડારનો પોતાની લડાઈનો રસ્તો બનાવ્યો.

Gaddafi કેમ હંમેશા ખુબસુરત મહિલા ગાર્ડસને સાથે રાખતો? જાણો સૌથી ઐયાશ રાષ્ટ્રપતિની કહાની

યશ કંસારા, અમદાવાદઃ 1956માં પોતાને ઈજિપ્તના તત્કાલિન રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસિરનો શિષ્ય ગણાવનાર એક યુવકે લીબિયાના હક માટે લડવાનો દાવો કર્યો, નામ હતું તેનું મુઅમ્મર ગદ્દાફી. નાસિરે સ્વેજ નેહરોને ઈજિપ્તની ખાસિયત ગણાવી રસ્તો બનાવ્યો હતો, તો ગદ્દાફીએ લીબિયાના તેલના ભંડારનો પોતાની લડાઈનો રસ્તો બનાવ્યો. કેમ કે લીબિયામાં 1950ના દાયકામાં તેલના ભંડાર હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ તેલનું ખનન માત્ર વિદેશી કંપનીઓના હાથમાં હતું. વિદેશી કંપનીઓ તેલના ભાવ એવી રીતે નક્કી કરતી જેનાથી લીબિયાને નહિ પણ ખરીદદારોને તેનો ફાયદો થતો.

No description available.

ગદ્દાફીએ આવી રીતે કર્યો તખ્તાપલટઃ
ગદ્દાફીએ તેલની કંપનીઓને કહ્યું કે, જે પણ જુના કરાર છે તેના પર તેલની કંપનીઓને ફરી વિચારણા કરે, નહીં તો તેમના હાથમાંથી તેલ ખન્નનું કામ પરત લઈ લેવામાં આવશે, લીબિયા પ્રથમ દેશ હતો, જેણે તેલના ખન્નમાંથી મોટો આર્થિક ફાયદો મેળવ્યો. તે જ સમયે ઈઝરાયલ અને ફીલિસ્તાન વચ્ચે લડાઈ ચાલી રહી હતી. ગદ્દાફી ઈઝરાયલ વિરોધી આંદોલનમાં ભાગ લઈ રહ્યો હતો. ગદ્દાફી 1960ના દાયકામાં લીબિયાની સેનાનો ભાગ બન્યો અને તેની તેલ ખનનની નીતિના કારણે લોકો વચ્ચે તે છવાયો હતો. જેના પગલે પોતાની સેના સાથે મલીને રાજા ઈદ્રીસનો ગદ્દાફીએ તખ્તોપલટી નાખ્યો હતો.

70 ના દાયકામાં લીબિયાનો હીરો હતો ગદ્દાફીઃ
1970ના દાયકામાં અરબ દેશોના પેટ્રો-બૂમથી ખુશીનો માહોલ હતો, અને ગદ્દાફી તે સમયનો નાયક હતો. શરૂઆતી દોરમાં લીબિયામાં ગદ્દાફીએ સારા કામ કર્યા અને જોતજોતામાં તે લીબિયાનો હીરો બની ગયો હતો. ગદ્દાફીએ શરૂઆતના વર્ષોમાં લીબિયામાં સામાન્ય નાગરિકો માટે સારી સારી સ્કિમો લાગૂ કરી. જેના કારણે લોકોની નજરમાં તે હીરો હતો. પરંતુ, કહેવાઈ છે ને કે સત્તાનો અને તાકતનો નશો એવો છે. જેના પર ચઢી જાય તે ગાંડા હાથી સમાન બની જાય છે. અને ત્યારબાદ માત્ર તબાહી જ મચાવે છે. તેવી જ કહાની છે ગદ્દાફીની પણ.

No description available.

હીરોથી વિલન બન્યો ગદ્દાફીઃ
તાકાતના નશામાં ગદ્દાફીએ આતંકી તત્વોનો સાથ આપવાનો શરૂ કર્યું. અને ધીમે-ધીમે તે એવો તાનાશાહ બનવા લાગ્યો જેની સામે કોઈ પણ વિરોધ કરે, તો તેને જોઈ શક્તો ન હતો. જે પણ તેની સામે અવાજ ઉઠાવતું, તેને ગોળી મારી દેવામાં આવતી હતી. આ તેના હીરોથી વિલન બનવાની શરૂઆત હતી, તે પોતાને લીબિયાનો ભગવાન માનવા લાગ્યો હતો.

આવી રીતે કરતો ગદ્દાફી 'શાહી' અય્યાશી:
ગદ્દાફીનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણ તેને ખાવા પીવાની તકલીફ પડતી. પણ જ્યારે, ઉપર વાળો આપે છે ત્યારે, જે સાંચવી શકે તે જ સાંચવી શકે એમ કહેવાઈ છે. પૈસા, તાકત અને શોહરતના નશામાં ચૂર ગદ્દાફી પોતાને ભગવાન માનતો હતો. અને તેણે પોતાના લીબિયામાં જ પોતાની જન્નત બનાવાનું શરૂ કર્યું. એક તરફ દેશના લોકો ભૂખના કારણે મરી રહ્યા, તો બીજી તરફ ગદ્દાફી પોતાના માટે રાજધાની ત્રિપોલીમાં અરબો રૂપિયાના ખર્ચે રાજમહલ તૈયાર કરાવ્યું હતું. ગદ્દાફીએ પોતાના માટે એક અલગ આર્મી બનાવી લીધી હતી. જેમાં, વિદેશથી લાવવામાં આવેલા ભાડાના ટ્રેઈન્ડ સૈનિકો હતા. ભલે દેશના સૈનિકો પાસે આધુનિક હથિયાર ન હોય, પણ ગદ્દાફીની 'પીપુલ્સ આર્મી' કહેવામાં આવતી ફોજ પાસે આધુનિક હથિયારો હતા.

No description available.

એક પછી એક કાંડ કરતો ગયો ગદ્દાફીઃ  
ગદ્દાફીની પીપુલ્સ આર્મીમાં માત્ર તેના વફાદાર લોકોનો જ સમાવેશ કરવામાં આવતો હતો, આ સેના લીબિયાના રસ્તાઓ પર ગદ્દાફીના વિરોધીઓની ક્રૂર હત્યા કરતી હતી. આ સૈનિકો વિદેશી હતા અને વફાદાર હતા એટલે ગદ્દાફીની વિદ્રોહનો પણ ડર ન હતો. એક તરફ લીબિયામાં તેના ભાડેની ફોજ લીબિયાના રસ્તાઓ પર ખૂની ખેલ રમી રહી હતી. તો બીજી તરફ દુનિયા તેના આતંકથી હેરાન હતી.

એવા આરોપ છે કે ગદ્દાફીએ 1972માં જર્મની ઓલિમ્પિકમાં હુમલો કરાવ્યો હતો. 1984 લંડનમાં બ્રિટીશ પોલીસ ઓફિસર ફ્લેચરની હત્યા કરાવી હતી. 1986માં બર્લિનમાં બોમ્બિંગ કરાવ્યું હતું. પોતાના આતંકીઓને છોડાવવા માટે વિમાન હાઈજેક કરાવ્યું હતું. 1988માં કેનેડાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દિધી હતી. જેમાં, 270 લોકો મૃત્યુ પામ્યા હતા.

કેમ પોતાને 'કર્નલ' કહેતો હતો ગદ્દાફી?:
કેટલાક આતંકી સંગઠનોને ગદ્દાફી આર્થિક સહાયતા પુરી પાડતો હતો. તે ભલે રાષ્ટ્રપતિ હતા પણ તેને દેશના રાષ્ટ્રપતિ કરતા કર્નલ તરીકેની ઓળખ વધુ ગમતી હતી. એટલે તે ખુદને અને તેના લોકોને કર્નલ ગદ્દાફી કહેવા પર વધારે જોર મુકતો હતો. પણ દુનિયાતો તેને તાનાશાહ અને અલગ-અલગ નામથી બોલાવતી હતી. અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને તો ગદ્દાફીને મીડલ ઈસ્ટનો ગાંડો કૂતરો પર કહ્યું હતું. દુનિયા ભલે તેને જે નજરે જોતી હોઈ, પણ ગદ્દાફી ખુદને અરબના નેતાઓનો નેતા, મુસ્લિમોના ઈમામ અને રાજાઓનો રાજા કહેતા હતા. જ્યારે, હકીકત તો એવી હતી કે, તે ખુદ લીબિયાનો દુશ્મન હતો. તેણે લીબિયાને લૂંટી લીધૂ હતું અને ત્યાંના લોકોની હત્યા કરી હતી.

No description available.

દુનિયાનો સૌથી અમીર તાનાશાહ હતો ગદ્દાફીઃ
માનવામાં આવે છે કે, જો ગદ્દાફીની સંપત્તિનું આંકલન કરવામાં આવે તો, તે દુનિયાનો સૌથી પૈસાદાર તાનાશાહમાં પ્રથમ ક્રમાંકે આવે. ગદ્દાફી પોતાની અય્યાશી પર પણ મોટી રકમ ખર્ચ કરતો હતો. પોતાના હરમમાં હાજર મહિલા અને સુરક્ષામાં તૈનાત મહિલા બોડીગાર્ડ પર પણ પૈસા પાણીની જેમ વહાવવામાં આવતા હતા. સાથે જ તેમણે પોતાની બીજી પત્ની સાફીયા ફર્કાશને ગીફ્ટમાં બુરાક એર નામની એરલાઈન્સ આપી હતી. એવી પણ ચર્ચાઓ છે કે ગદ્દાફીની આ પત્ની પાસે 20 ટન સોનું હતું. લીબિયામાં વિદ્રોહ બાદ જર્મની ભાગી ગઈ હતી.

ગદ્દાફીના હરમમાં હતી મોટી સંખ્યામાં સુંદર છોકરીઓઃ  
લીબિયાના આ તાનાશાહે પોતાના મહેલમાં જ હરમ બનાવ્યું હતું. જેમાં, દુનિયાભારથી લાવવામાં આવેલી ખુબસુરત મહિલાઓને રાખવામાં આવી હતી. આ મહિલાઓ ગદ્દાફીના મનોરંજન માટે હતી અને ગદ્દાફીએ કોઈ દિવસ પોતાની અય્યાશી છુપાવવાના પ્રયાસો પણ નહોતા કર્યા. ગદ્દાફી પોતાના હરમ સિવાય પોતાની આજુ-બાજુ પણ સુંદર મહિલાઓને રાખતો હતો. 24 કલાકામાં 30થી 40 સુંદર કુંવારી મહિલાઓ ગદ્દાફીની સુરક્ષા માટે તૈનાત રહેતી હતી. 2009માં દુનિયા સામે ગદ્દાફીનો અય્યાશ ચહેરો સામે આવ્યો હતો. જ્યારે, તેણે 200 સુંદર છોકરીઓને ઈટલીમાં પાર્ટી માટે હાયર કરી હતી. ગદ્દાફીની ઈટાલીયન મહિલાઓ ખુબ ગમતી હતી. અને તેની સેનામાં ઈટાલીયન મહિલા બોડીગાર્ડ વધુ હતી. ઈટલીના તત્કાલિન પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોની ગદ્દાફીના ખાસ મિત્ર હતા અને અય્યાશીના મામલામાં તાનાશાહ ગદ્દાફી બર્લુસ્કોનીનો ગુરૂ હતો. તેલના વ્યાપારમાં પણ ગદ્દાફી બર્લુસ્કોનીને ફાયદો કરાવતો હતો. ગદ્દાફીએ લગ્ન તો બે જ કર્યા હતા, પણ તેના હરમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ હતી.

No description available.

ભરાયો ગદ્દાફીનો પાપનો ઘડોઃ
દેશ આ ક્રૂર તાનાશાહથી મુક્તિ માંગી રહ્યું હતું. પરંતુ, લીબિયાના લોકો સપનામાં પણ નહોતું વિચાર્યું કે માત્ર 9 મહિનામાં જ તેમને આ આઝાદી મળી જશે. લીબિયામાં ગદ્દાફીનો અંત અને સ્વતંત્રતાની ઘોષણા બેંગ્હાજીથી થઈ હતી. ફેબ્રુઆરી 2011માં જે રીતે ટ્યુનિશિયા ક્રાંતીમાં રાષ્ટ્રપતિ બેન અલીને ઉખાડી ફેંક્યો હતો. તેનાથી શીખીને લીબિયાએ પણ 15 ફેબ્રુઆરી 2011થી આ ક્રાંતીની શરૂઆત કરી હતી. સત્તાના નશામાં ચૂર ગદ્દાફીએ આ ક્રાંતીને હલ્કામાં લીધી. અને બીબિયામાં વિરોધ પ્રદર્શન શરૂ થયું. જ્યારે, આ ક્રાંતીને હવા આપી માનવઅધિકાર કાર્યકર ફેતહી તાલબેલની ધરપકડથી. તારબેલની ધરપકડથી લોકો વધુ ભડક્યા અને શરૂ થઈ ગદ્દાફીના અંતની ગણતરી.

આ રીતે ગઈ ગદ્દાફીની રાજ ગદ્દીઃ
5 માર્ચ 2011ના રોજ પ્રદર્શન શરૂ થયું અને લીબિયામાં બધુ તેજીથી થવા લાગ્યું. UNએ ગદ્દાફી અને તેના પરિવાર પર પ્રતિબંધ લગાવી દિધો, બીજી બાજુ વિદ્રોહીઓએ અનેક શહેરો પર કબ્જો કરી લીધો હતો. ગદ્દાફી સામે NTCના સૈનિકો હતા. જેમણે તખ્તાપલટની કસમ ખાઈ લીધી હતી. 19 માર્ચ 2011 સુધી ગદ્દાફીને ખબર પડી ગઈ કે તેની રાજ ગદ્દીનો અંત આવવાનો છે. એક તરફ NTCના સૈનિકો ગદ્દાફીના સમર્થકોને મારી રહ્યા હતા, બીજી બાજુ નાટો સેનાએ લીબિયા પર હવાઈ હુમલો કર્યો હતો. 27 જુનના 2011ના રોજ થયેલા નાટોના હવાઈ હુમલામાં ગદ્દાફીનો એક પુત્ર અને 3 પૌત્ર માર્યા ગયા હતા. 27 જુનના રોજ ગદ્દાફી અને તેના પુત્ર વિરૂદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટે વોરંટ જાહેર કર્યું. 21 ઓગસ્ટ 2011ના રોજ ગદ્દાફીના મહેલને વિદ્રોહીઓએ ઘેરી લીધો હતો અને 23 ઓગસ્ટે વિદ્રોહીઓએ મહેલ પર કબ્જો કરી લીધો હતો. આ પછી ગદ્દાફી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ઘરવાળા સિવાય કોઈને ખબર ન હતી કે ગદ્દાફી ક્યા છે. 20 ઓક્ટોબર 2011ના રોજ સિર્તે પર NTCએ કબ્જો કરી લીધો અને ત્યાં એક પાઈપમાં છુપાયેલો મળ્યો કર્નલ ગદ્દાફી.

No description available.

ગદ્દાફી માંગતો રહ્યો રહેમની ભીખઃ
જેણે 4 દાયકા સુધી લીબિયામાં રાજ કર્યું. એક દિવસ તે જ માણસ લોકોના પગની નીચે હતો. અને પોતાને ન મારવાની ભીખ માંગી રહ્યો હતો. ગદ્દાફી જ્યારે વિદ્રોહીઓને મળ્યો ત્યારે તેને પહેલાં જ બંને પગમાં ગોળી મારવામાં આવી હતી. જેથી તે ભાગી ન શકે. નજારો એવો હતો કે ગદ્દાફીને મારવા માટે વિદ્રોહીઓ અંદરો અંદર જ લડી પડ્યા હતા. અને આજ લડાઈમાં 41 વર્ષ સુધી રાજ કરનાર ગદ્દાફીને ગોળી વાગી અને તેનો અંત આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news