અમેરિકાઃ ઓવલ ઓફિસમાં 13 નવેમ્બરે ટ્રમ્પ ઉજવશે દિવાળી, આ છે કારણ

રાષ્ટ્રપતિએ કહ્યું કે, પ્રથમ મહિલા મેલાનિયા એક ખુશ અને યાદગાર દિવાળી મનાવવામાં તેની સાથે છે. 

અમેરિકાઃ ઓવલ ઓફિસમાં 13 નવેમ્બરે ટ્રમ્પ ઉજવશે દિવાળી, આ છે કારણ

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રરપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મંગળવારે પોતાની 'ઓવલ ઓફિસ'માં દિવાળીનો તહેવાર મનાવશે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉપ-સહાયક રાજ શાહે ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું, રાષ્ટ્રપતિ આગામી મંગળવારે પોતાની ઓવલ ઓફિસમાં દીવડા પ્રગટાવીને દિવાળી મનાવશે. ટ્રમ્પે બુધવારે વિશ્વભરમાં દિવાળી મનાવી રહેલા લોકોને શુભકામનાઓ આપી હતી અને કહ્યું હતું કે, આ ભારત તથા અમેરિકા વચ્ચે મિત્રતાના સંબંધને વધુ મજબૂત બનાવવાનો ખાસ અવસર છે. 

ટ્રમ્પે ભારતીયોને આપ્યો હતો શુભ સંદેશ
રાષ્ટ્રપતિએ કહ્યું કે, પ્રથમ મહિલા મેલાનિયા એક ખુશ અને યાદગાર દિવાળી મનાવવામાં તેની સાથે છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના વિકાસમાં ભારતીય-અમેરિકી સમુદાયના યોગદાનને પણ અસાધારણ ગણાવ્યું હતું. રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રમુખ રોના મૈક્ડેનિયમલે પણ તમામ લોકોને દિવાળીની શુભકામનાઓ આપી હતી. 

ટ્રમ્પે તોડી હતી 15 વર્ષ જૂની પરંપરા
ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવામાં ન આવી. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળી ન ઉજવીને 15 વર્ષ જૂની પરંપરા તોડી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે, અમેરિકામાં મધ્યાવર્તી ચૂંટણીને કારણે આમ થુયં છે. નોંધનીય છે કે અમેરિકામાં મંગળવારે મધ્યાવર્તી ચૂંટણી માટે મતદાન થયું અને બુધવારે ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news