PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીડિયો થયો છે ખુબ વાઈરલ, તમે જોયો? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતાના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે. પરંતુ આ બંને દેશોના ટોચના નેતાઓની ગાઢ મિત્રતા દર્શાવતો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને એમ લાગે કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને બે દેશોના નેતા હોવા પહેલા મિત્રો છે. 
PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીડિયો થયો છે ખુબ વાઈરલ, તમે જોયો? 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતાના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે. પરંતુ આ બંને દેશોના ટોચના નેતાઓની ગાઢ મિત્રતા દર્શાવતો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને એમ લાગે કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને બે દેશોના નેતા હોવા પહેલા મિત્રો છે. 

જુઓ વીડિયો...

— ANI (@ANI) June 29, 2019

જી-20 શિખર સંમેલનનો છે આ વીડિયો
અત્રે જણાવવાનું કે આ વીડિયો જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલન શરૂ થતા પહેલાનો છે. સમારોહ શરૂ થતા પહેલા કોન્ફરન્સ રૂમમાં તમામ દેશોના નેતા હાજર હતાં. આ દરમિયાન પીએમ મોદીને જોઈને ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પાસે આવ્યાં અને વાતચીત કરી. 

જી-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી. આ દરમિયાન ટ્રમ્પે જ્યાં પીએમ મોદીને જીતની શુભેચ્છા પાઠવાી ત્યાં મોદીએ પણ બંને દેશો વચ્ચે 4 મુદ્દાઓ પર થનારી ચર્ચાને ગણાવી. આ દરમિયાન બંને નેતાઓની જાપાનના પીએમ શિંજો આબે સાથે બેઠક થઈ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news