ચીનના યુન્નાન પ્રાંતમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ, 14 ઘાયલ અને ડઝનબંધ ઘર ધરાશાયી
કાઉન્ટી પ્રશાસને આપેલી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર 11 કિલોમીટરની ઉંડાઈમાં હતું
Trending Photos
બેઇજિંગ : ચીનના દક્ષિણ પશ્ચિમ યુન્નાન પ્રાંતમાં શનિવારે 5.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેમાં 14 લોકો ઘાયલ થઈ ગયા છે. સ્થાનિક ભૂકંપ વેધશાળાએ આપેલી માહિતી પ્રમાણે હજી સુધી પ્રાંતની મોજિઆંગ હાની કાઉન્ટીમાં મુખ્ય ભૂકંપ પછી 55 જેટલા આફ્ટરશોક અનુભવવામાં આવ્યા છે. આમાંથી એકની તીવ્રતા ત્રણ, બેની તીવ્રતા ચાર અને એકની તીવ્રતા પાંચ કરતા વધારે હતી.
કાઉન્ટી પ્રશાસને આપેલી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર 11 કિલોમીટરની ઉંડાઈમાં હતું જેના કારણે ડઝનબંધ ઘર ધરાશાયી થઈ ગયા છે. મોજિઆંગના 15 નગરની સાથે પ્રાંતની રાજધાની કુનમિંગ શહેરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
બચાવકર્મીઓએ આપેલી માહિતી પ્રમાણે તોંગુઆનમાં વધારે લોકોના મૃત્યુની આશંકા નથી કારણ કે ભૂકંપ વખતે મોટાભાગના ગ્રામીણ ઘરની બહાર ખેતરોમાં કામ કરી રહ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયે બચાવની કામગીરી શરૂ કરી દીધી છે અને પ્રભાવિત વિસ્તાર માટે દળને રવાના કરી દીધા છે. હાલમાં 600થી વધારે પોલીસકર્મી, અગ્નિશમન કર્મી તેમજ ડોક્ટર્સ રાહત અભિયાન ચલાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે