ધોરણ 12 પછી વિદેશ અભ્યાસ માટે સરકાર આપશે રૂપિયા, જાણો શું છે પ્રોસેસ

Education Loan: જો વિદેશમાં અભ્યાસનું સપનું પુરૂ કરવું હોય તો ચિંતા ન કરશો તેના માટે તમે વિદેશ અભ્યાસ લોનની મદદ લઇ શકો છો. આજે આપણે વાત કરીશું કે વિદેશ અભ્યાસ માટે લોનનો વિકલ્પ કેટલો યોગ્ય. 

ધોરણ 12 પછી વિદેશ અભ્યાસ માટે સરકાર આપશે રૂપિયા, જાણો શું છે પ્રોસેસ

Study Abroad: સારો અભ્યાસ કરવાનું સપનું સૌ કોઇનું હોય છે અને તેના માટે દેશમાં ઠીક પણ હવે વિદેશમાં જતા પણ યુવાઓ અચકાતા નથી. તેવી જ રીતે વિદેશમાં અભ્યાસ કરવા માટેનો જાણે કે હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે પણ વિદેશ અભ્યાસનું સપનું પુરુ કરવા તે જેમ તેમ વાત નથી. જો કે વિદેશ અભ્યાસથી તમારા કરીયરને ઉંચાઇ મળે છે તેટલો જ ઉંચો ખર્ચ પણ તેની પાછળ કરવો પડે છે. ઘણા લોકો તે ખર્ચ કરવા સક્ષમ હોય છે પણ તમામ તે મોટો ખર્ચ ભોગવી શકે તે શક્ય નથી. આમ છતાં પણ જો વિદેશમાં અભ્યાસનું સપનું પુરૂ કરવું હોય તો ચિંતા ન કરશો તેના માટે તમે વિદેશ અભ્યાસ લોનની મદદ લઇ શકો છો. આજે આપણે વાત કરીશું કે વિદેશ અભ્યાસ માટે લોનનો વિકલ્પ કેટલો યોગ્ય. 

પોતાની આર્થિક સ્થિતીને કારણે આગળ વિદેશમાં અભ્યાસ કરી શકે તેમ ન હોય તો ગુજરાત રાજ્ય બિન અનામત આયોગ આવા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન રૂપે આર્થિક સહાયતા આપે છે.  બિન અનામત નિગમ દ્વારા વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ લોન રૂપે સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થીને વિદેશ અભ્યાસ માટે થયેલ ખરેખર કુલ ખર્ચ અથવા લોન રૂપે આપવામાં આવતા 15 લાખ જે બંનેમાંથી ઓછું હશે તેટલી લોન મળવા પાત્ર રહેશે. વિદેશ અભ્યાસ લોન પર 4% સાદું વ્યાજ લાગુ પડશે. 

આ લોન મેળવવા માટેની યોગ્યતા  
લાભ મેળવનાર અરજદારની કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ
જે તે વિદ્યાર્થીને  ધોરણ 12 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો
પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. 
અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે. 
વિદેશ અભ્યાસ લોન સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

ઓફિસિયલ વેબસાઈટ  www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.
વેબસાઈટનું હોમ પેજ ખુલશે, હોમપેજ પર ઉપરની બાજુએ SCHEME મેન્યુમાં 2 નંબર પર Foreign Education Scheme પર ક્લિક કરો.
વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી તમારુ યુઝર આઇડી મેળવો
હવે તમે તમારુ User Id અને Password નાખી Login કરો.
હવે Foreign Education Scheme ની લાઈનમાં Apply Now પર ક્લિક કરો.
યોજનાનું ફોર્મ ખુલશે, જેમાં માગ્યા મુજબની માહિતિ વિદ્યાર્થીએ ભરવાની રહેશે. તથા માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ 15 KB કે તેનાથી ઓછી સાઈઝ કરી અપલોડ કરવો.
અને પછી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. 

અરજીનો કન્ફર્મ નંબર નોંધી રાખવો 
ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ની પ્રિંન્ટ કાઢીને નીચે સહી કરીને તથા  અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત કરેલ નકલ વિદ્યાર્થી જે  જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ કે પોસ્ટ મારફતે નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news