લશ્કર માટે ફંડ ભેગુ કરવાના દોષી હાફિઝ સઈદના પાંચ સહયોગીઓને નવ-નવ વર્ષની કેદ
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે મુંબઈ હુમલાના સરગના હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા (જેયૂડી) ના પાંચ નેતાઓને પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડ ભેગુ કરવાના દોષી ગણાવતા નવ-નવ વર્ષની કેદની સજા ફટકારી છે.
Trending Photos
લાહોરઃ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે મુંબઈ હુમલાના સરગના હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા (જેયૂડી) ના પાંચ નેતાઓને પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડ ભેગુ કરવાના દોષી ગણાવતા નવ-નવ વર્ષની કેદની સજા ફટકારી છે. સજા પામેલા પાંચ દોષીતોમાંથી ત્રણ- ઉમર બહાદર, નસરુલ્લા અને સમીઉલ્લા-ને પ્રથમવાર સજા ફટકારવામાં આવી છે. લાહોરની આતંકવાદ વિરોધી અદાલત (એટીસી) એ પંજાબ પોલીસના આતંકવાદ વિરોધ વિભાગ (સીટીડી) તરફથી આતંકવાદને નાણાકીય પોષણને લઈને નોંધાયલા મામલામાં આ સજા સંભળાવી છે.
તો બે દોષીતો- જેયૂડી પ્રવક્તા યહાયા મુજાહિદ અને વરિષ્ઠ નેતા પ્રોફેસર જફર ઇકબાલ-ને પહેલા પણ આતંકવાદીના વિત્ત પોષણ મામલામાં સજા સંભળાવી હતી. એટીસી લાહોરના ન્યાયાધીશ એજાઝ અહમદ બટ્ટરે શનિવારે પાંચ આરોપીઓને નવ-નવ વર્ષની સજા ફટકારી છે. ન્યાયાધીશે આ મામલામાં હાફિઝ સઈદના જીજાજી હાફિઝ અબ્દુલ રહમાન મક્કીને છ મહિનાની કેદની સજા સંભળાવી છે.
સીટીડીએ જણાવ્યુ, અદાલતે જેયૂડી/લશ્કર એ તૈયબા નેતાઓને આતંકવાદ વિત્તપોષણ કરવાના દોષી ઠેરવ્યા. તે પ્રતિબંધિત સંગઠન માટે ગેરકાયદેસર રીતે નાણા જમા કરી રહ્યાં હતા. અદાલતે તે સંપત્તિઓને પણ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે જે આતંકવાદના ફંડ માટે બનાવવામાં આવી હતી.
જેયૂડી નેતાઓને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આ દરમિયાન મીડિયાને કોર્ટની કાર્યવાહી કવર કરવાની મંજૂરી આપવામાં નહીં. ઉલ્લેખનીય છે કે પંજાબ સીટીડીના ડેયૂડી નેતાઓ વિરુદ્ધ 41 એફઆઈઆર નોંધાયેલી છે જેમાં 70 વર્ષીય સઈદ પણ આરોપી છે. તેમાંથી37 કેસના ચુકાદા આવી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે