ભારતીય મૂળના ગૌતમ રાધવને રચ્યો ઈતિહાસ! રાષ્ટ્રપતિ બાઈડેને બનાવ્યા વ્હાઈટ હાઇસના ટોપ અધિકારી
ભારતીયોનો દબદબો વિદેશમાં હંમેશાંથી રહ્યો છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને ભારતીય અમેરિકી રાજકીય સલાહકાર ગૌતમ રાધવનને વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિના કર્મચારીઓના કાર્યાલયના પ્રમુખ બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
Trending Photos
વોશ્ગિટન: ભારતીયોનો દબદબો વિદેશમાં હંમેશાંથી રહ્યો છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને ભારતીય અમેરિકી રાજકીય સલાહકાર ગૌતમ રાધવનને વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિના કર્મચારીઓના કાર્યાલયના પ્રમુખ બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઑફિસ, જેને ઑફિસ ઑફ પ્રેસિડેન્શિયલ પર્સનલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે નવી નિમણૂકો સાથે સંકળાયેલી જવાબદારીઓને જોવે છે. વ્હાઇટ હાઉસમાં કામ કરતા ઉમેદવારોનું મૂલ્યાંકન કરવા માટે PPO સૌથી વધુ જવાબદાર ઓફિસોમાંની એક છે.
રાષ્ટ્રપતિ બાઈડેનને શુક્રવારે રાઘવનને બઢતી આપી. તે અત્યાર સુધી પીપીઓના ડેપ્યૂટી ડાયરેક્ટર હતા. જોકે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ કેથી રસેલને UNICEF ની આગામી કાર્યકારી નિદેશક નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. રસેલ હાલ રાષ્ટ્રપતિના કોર્મિકોના કાર્યાલયની પ્રમુખ હતી. એવામાં આ સ્થાન ખાલી થયું, ત્યારબાદ બાઈડેન એ આ મુખ્ય પદની જવાબદારી ગૌતમ રાધવનને આપી.
બાઈડેનના પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, મને આ વાતની ખુશી છે કે ગૌતમ રાઘવનને પહેલા દિવસથી કેથીની સાથે કામ કર્યું. તે હવે પીપીઓના નવા ડાયરેક્ટર છે.
કોણ છે રાઘવન?
રાઘવનનો જન્મ ભારતમાં થયો છે. તે સિએટલમાં ઉછળ્યા અને મોટા થયા. તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યું છે. તે વેસ્ટ વિંગર્સ: સ્ટોરીજ ફ્રોમ ધ ડ્રીમ ચેજર, ચેંજ મેકર્સ, એન્ડ હોય ક્રિએટર્સ ઈનસાઈડ ધ ઓબામા વ્હાઈટ હાઉસના સંપાદક પણ છે. 40 વર્ષના રાઘવન સમલૈંગિક છે અને એક પુત્રીની સાથે વોંશ્ગિટનમાં રહે છે.
ગૌતમ રાષ્ટ્રપતિના ડેપ્યૂટી આસિસ્ટેંટ રહ્યા છે. તે બાઈડેન અને હેરિસ પ્રશાસનની ટ્રાંજિશન ટીમમાં પહેલા પસંદગી થયેલા સભ્ય હતા. રાધવન એ અમેરિકી પ્રતિનિધિ પ્રમિલા જયપાલીના ચીફ ઓફ સ્ટાફના રૂપમાં કાર્ય કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે