ચીનની આક્રમક કાર્યવાહીનો ભારતે સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો: અમેરિકા

ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ અને સરહદે તણાવ મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું કે ચીનની અત્યંત આક્રમક ગતિવિધિઓનો ભારતીયોએ સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ચીનની ક્ષેત્રીય વિવાદોને ઉક્સાવવાની પ્રવૃત્તિ રહી છે અને દુનિયાએ તેની આ ધૌંસ ચલાવવી જોઈએ નહીં. 

ચીનની આક્રમક કાર્યવાહીનો ભારતે સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો: અમેરિકા

વોશિંગ્ટન: ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ અને સરહદે તણાવ મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું કે ચીનની અત્યંત આક્રમક ગતિવિધિઓનો ભારતીયોએ સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ચીનની ક્ષેત્રીય વિવાદોને ઉક્સાવવાની પ્રવૃત્તિ રહી છે અને દુનિયાએ તેની આ ધૌંસ ચલાવવી જોઈએ નહીં. 

પોમ્પિઓએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે 'મેં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે આ (ચીનની આક્રમક ગતિવિધિઓ) વિશે અનેકવાર વાત કરી છે. ચીને અત્યંત આક્રમક ગતિવિધિઓ કરી છે. ભારતીયોએ પણ તેનો સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો છે.' ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેંગોન્ગ ત્સો, ગલવાન ખીણ અને ગોગરા હોટ સ્પ્રિંગ સહિત પૂર્વ લદાખના અનેક વિસ્તારોમાં આઠ અઠવાડિયાથી ગતિરોધ છે. 

ચીનની સેનાએ સોમવારે ગલવાન ખીણ અને ગોગરા હોટ સ્પ્રિગથી પોતાના સૈનિકોને પાછા બોલાવવાનું શરૂ કર્યું. આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે લાંબી વાતચીત કરી હતી. ડોભાલ અને વાંગ ભારત-ચીન સરહદ વાર્તાના વિશેષ પ્રતિનિધિ પણ છે. 

— ANI (@ANI) July 8, 2020

પોમ્પિઓએ કહ્યું કે 'હું (ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના) મહાસચિવ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ક્ષેત્રમાં તથા વાસ્તવમાં સમગ્ર દુનિયામાં તેમના વ્યવહાર સંદર્ભે આ વાતો રજુ કરું છું.' તેમણે કહ્યું કે 'મને નથી લાગતું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના આક્રમક વલણની વિશેષ ઘટનાને અલગ રીતે જોવાનું શક્ય છે. મારું માનવું છે કે તમારે તેને વ્યાપક સંદર્ભમાં જોવું પડશે.'

સીસીપીએ હાલમાં જ ગ્લોબલ એનવાયરમેન્ટલ ફેસિલિટીની બેઠકમાં ભૂતાન સાથે સરહદ વિવાદ નોંધાવ્યો હતો. પોમ્પિઓએ કહ્યું કે 'હિમાલની પર્વતમાળાઓથી લઈને વિયેતનામના વિશેષ ઝોનમાં જળ ક્ષેત્ર અને દ્વિપ સમૂહ સુધી તથા તેનાથી અલગ બેઈજિંગના ક્ષેત્રીય વિવાદોને ઉક્સાવવાની એક પ્રવૃત્તિ રહી છે.'

તેમણે કહ્યું કે 'દુનિયાએ આવી ધૌંસ જમાવવાની કોશિશો ચલાવવી જોઈએ નહીં. પોમ્પિઓએ કહ્યું કે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના આ પ્રકારના વધતા પ્રયત્નોને દુનિયાએ મળીને જવાબ આપવો પડશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખુબ ગંભીરતાથી લીધુ છે.'

દક્ષિણ ચીન સાગર પર દાવો
ચીન દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદોથી ઘેરાયેલુ છે. બંને ક્ષેત્ર ખનિજ, તેલ અને અન્ય પ્રાકૃતિક સંસધાનોનો ખજાનો છે. ચીન લગભગ તમામ દક્ષિણ ચીન સાગર પર દાવો કરે છે. આ ક્ષેત્રને લઈને વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાનના તેના કરતા અલગ દાવા છે. 

પોમ્પિઓએ કહ્યું કે 'અગાઉના પ્રશાસનોના કાર્યકાળમાં અમેરિકાએ આ કર્યું નહીં. અમે તેનો યોગ્ય રીતે જવાબ આપીશું. અમે ચીની નેતૃત્વને એ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે અમે આ અંગે ગંભીર છીએ. જ્યારે હું 'હમ' કહું છું તો તેનો અર્થ માત્ર અમેરિકા નથી. અમે બહુ જલદી અમારા મિત્ર દેશો સાથે આ અંગે સંવાદ શરૂ કરીશું કે આપણે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા મળી રહેલા આ પડકારને મળીને કઈ રીતે જવાબ આપી શકીએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news