ભારતે પબજી સહિત 108 ચીની એપ બેન કરતા ભડકી ઉઠ્યું ચીન, નોંધાવ્યો વિરોધ


ચીન ભારત દ્વારા 108 ચીની એપ બેન કરતા રોષે ભરાયું છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ભારતના આ પગલા પર વિરોધ નોંધાવ્યો છે. ભારત અત્યાર સુધી 224 ચીની એપ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. 
 

ભારતે પબજી સહિત 108 ચીની એપ બેન કરતા ભડકી ઉઠ્યું ચીન, નોંધાવ્યો વિરોધ

પેઇચિંગઃ લદ્દાખમાં ભારતીય સૈનિકોના જોરદાર એક્શન બાદ ભારતે વધુ 108 ચીની એપ પર પ્રતિબંધ લગાવતા ચીન ભડકી ઉઠ્યું છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ભારતના આ પગલા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીની વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને ભારતના આ નિર્ણય પર વિરોધ પણ વ્યક્ત કર્યો છે. લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અત્યાર સુધી ચીનની 224 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. 

ચીની વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતના એપ પર પ્રતિબંધ લગાવવો ચીની રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડરોના કાયદાકીય હિતોનું ઉલ્લંઘન કરે છે. ચીન તેને લઈને ગંભીરતાપૂર્વક ચિંતિત છે અને તેનો પૂરજોર વિરોધ કરે છે. આ પહેલા પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીનની સાથે વધતા તણાવ વચ્ચે ભારતે બુધવારે જાણીતી ગેમિંગ એપ પબજી સહિત 118 મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ એપ ચીનની કંપનીઓ સાથે જોડાયેલી છે. 

ચીન સાથે જોડાયેલી કુલ 224 એપ પર પ્રતિબંધ
આ પહેલા જૂનમાં ભારતે ટિકટોક સહિત 59 ચીની એપ પર બેન લગાવ્યો હતો. જુલાઈમાં પણ ચીન સાથે જોડાયેલી 47 એપને પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધી ચીન સાથે જોડાયેલી કુલ 224 એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવો સમજીએ કે આ એપ બેનથી ચીનને શું થશે અને ભારત શું સંદેશ આપવા ઈચ્છે છે. બુધવારે જે મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તેમાં પબજી, પબજી લાઇટ સિય બાયડૂ, બાયદૂ એક્સપ્રેસ એડિશન, અલીપે, ટેનસેન્ટ વોચલિસ્ટ, ફેસયૂ, વીચેટ, રીડિંગ, ગવર્મેન્ટ વીચેટ, ટેનસેન્ટ વેયુન, આપુસ લોન્ચર પ્રો, આપુસ સિક્યોરિટી, કટ કટ, શેયરસેવા બાઇ શાઓમી અને કેમકાર્ડ જેવી એપ સામેલ છે. 

PUBG સિવાય Ludo પર પણ પ્રતિબંધ, લિસ્ટમાં સામેલ છે પોપ્યુલર એપ્સ  

તેમાં ઘણી એપના ભારતમાં મોટી સંખ્યામાં યૂઝર હતા. ઘણા ભારતીય યુવાનોને તો લોકપ્રિય ગેમિંગ એપ પબજીનું વ્યસ્ન થઈ ગયું હતું. વાત જો ભારતમાં પબજી એપના ડાઉનલોડની કરીએ તો 5 કરોડથી વધુ ડાઉનલોડ થઈ છે. ભારતમાં તેના 3.3 કરોડ એક્ટિવ યૂઝર છે, જે ખુબ મોટી સંખ્યા છે. હવે તેના પર પ્રતિબંધથી ચીની કંપનીની કમાણી પર અસર પડશે. પબજીને આમ તો સાઉથ કોરિયન કંપનીએ ડેવલોપ કરી હતી પરંતુ તેના જેટલા પણ વર્ઝન જારી થાય છે, તેને ચીની કંપની ટેન્સેન્ટ જારી કરે છે. 

ભારતમાં પબજી મોબાઇલ ગેમના સૌથી વધુ યૂઝર
ગેમિંગની દુનિયામાં ડંકો વગાડનાર પબજી મોબાઇલ એપના સૌથી વધુ યૂઝર ભારતમાં છે. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ-5મા સામેલ હતી. એક રિપોર્ટ અનુસાર માત્ર 2020ના પ્રથમ ક્વાર્ટરમાં 6 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. એટલું જ નહીં, મેમાં પબજી વિશ્વની સૌથી વધુ નફો કરતી મોબાઇલ ગેમ બની હતી. તેને 22.6 કરોડ ડોલર એટલે કે 1700 કરોડ રૂપિયાની આવક થઈ હતી. હવે ભારતમાં પ્રતિબંધથી ન માત્ર પબજીના યૂઝર ઘટશે પરંતુ તેને આર્થિક નુકસાન પણ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news