ઈઝરાયેલ માટે અમેરિકાએ લીધુ મોટું પગલું, ચીન કાળઝાળ

ઈઝરાયેલી મીડિયાએ આ મામલે સંલગ્ન કેટલાક રાજનયિકોના હવાલે એક રિપોર્ટ છાપ્યો છે. જો કે અમેરિકી દૂતાવાસ તરફથી આ મામલે કોઈ ટિપ્પણી આવી નથી. 

Updated By: May 18, 2021, 07:38 AM IST
ઈઝરાયેલ માટે અમેરિકાએ લીધુ મોટું પગલું, ચીન કાળઝાળ

નવી દિલ્હી: અમેરિકાએ એક અઠવાડિયામાં ત્રીજીવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન ઘર્ષણ પર નિવેદન બહાર પાડ્યા રોકી છે. ઈજરાયેલી મીડિયાએ આ મામલે સંલગ્ન કેટલાક રાજનયિકોના હવાલે એક રિપોર્ટ છાપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રવિવારે યોજાયેલી ઈમરજન્સી બેઠક બાદ નોર્વે, ટ્યૂનીશિયા અને ચીને નિવેદન રજુ કર્યું જેમાં બંને પક્ષોને સીઝફાયરની માગણી કરી હતી પરંતુ અમેરિકાએ તેને બહાર પડવા દીધુ નહીં. જો કે અમેરિકી દૂતાવાસ તરફથી આ મામલે કોઈ ટિપ્પણી આવી નથી. 

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિંડા થોમસ ગ્રીનફિલ્ડે દલીલ આપતા કહ્યું કે અમેરિકા કૂટનીતિક ચેનલો દ્વારા આ ઘર્ષણને ખતમ કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. અમેરિકી પ્રતિનિધિ હૈદી આમર શુક્રવારે તેલ અવીવ પહોંચ્યા છે અને સીઝફાયર કરાવવા માટે ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. 

અમેરિકી રાજદૂત થોમસ ગ્રીનફિલ્ડે  કહ્યું કે પેલેસ્ટાઈની કટ્ટરપંથી સંગઠન હમાસ ઈઝરાયેલ પર રોકેટ છોડવાનું તત્કાળ બંધ કરે. જો કે તેમણે ઈઝરાયેલના આત્મરક્ષાના અધિકાર પર ભાર મૂક્યો નહીં જેનો ઉલ્લેખ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને અન્ય ટોચના અમેરિકી અધિકારીઓના નિવેદનમાં સતત થઈ રહ્યો છે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે કટ્ટરપંથી સંગઠન હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલને પોતાની સુરક્ષા કરવાનો પૂરેપૂરો હક છે. 

15 સભ્યની સુરક્ષા પરિષદમાં 14 દેશોએ ઈઝરાયેલ-ગાઝામાં થઈ રહેલી  હિંસાને લઈને સંયુક્ત નિવેદન બહાર પાડવાની માગણી કરી. જો કે પરિષદમાં કોઈ પણ નિવેદન બહાર પાડવા માટે તમામ દેશોની સહમતિ જરૂર હોય છે. જો કોઈ એક દેશ પણ વિરોધ કરે તો કોઈ પણ મામલે નિવેદન બહાર પાડવામાં આવતું નથી. આ તાકાતનો ઉપયોગ ક રતા અમેરિકાએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના મુદ્દે નિવેદન બહાર પડવા દીધુ નહીં. અમેરિકાએ દલીલ કરી કે તે પોતાના સ્તરે રાજનયિક પ્રયત્નો કરી રહ્યું છે અને તેને હજુ થોડો સમય જોઈએ. 

સુરક્ષા પરિષદ તરફથી જે સંયુક્ત નિવેદન બહાર પડવાનું હતું તેમાં તત્કાળ સીઝફાયરની સુરક્ષાની માગણી અને બંને પક્ષ તરપથી થઈ રહેલી હિંસાની ટીકા કરાઈ હતી. અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા હાલના સંઘર્ષને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશ બંધ બારણે બે બેઠક કરી ચૂક્યા છે. રવિવારે પરિષદની ત્રીજી બેઠક થઈ પરંતુ તેમાં પણ કોઈ નિવેદન બહાર પડ્યું નહીં. 

રિપોર્ટ મુજબ ગત સપ્તાહે જ્યારે સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ રવિવારે બેઠક બોલાવવા ઈચ્છી તો અમેરિકાએ તેનો પણ વિરોધ કર્યો. અમેરિકાએ કહ્યું કે તે મંગળવાર સુધી રાહ જોવાનું પસંદ કરશે. જો કે જ્યારે અનેક દેશો તરફથી બેઠક બોલાવવાનું દબાણ વધ્યું તો અમેરિકાએ હા પાડી. રવિવારે થયેલી બેઠક બાદ અમેરિકી મિશનના એક અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા સંયુક્ત રનિવેદન બહાર પાડવાનું સમર્થન કરશે તો તેમણે કહ્યું કે હાલ તેમનો ભાર કૂટનિતિક પ્રયત્નો પર વધુ છે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બાદ નોર્વેના વિદેશ મંત્રી મોના જૂલે કહ્યું કે તેમની સરકારનું માનવું છે કે સંયુક્ત રાષ્ટ્રના તમામ દેશોએ એક સૂરમાં હિંસાને રોકવા માટે સ્પષ્ટ સંદેશ બહાર પાડવો જોઈએ. અને પેલેસ્ટાઈનીઓ માટે અલગથી રાષ્ટ્ર બનાવવાનું સમર્થન કરવું જોઈએ. તેમણએ કહ્યું કે નોર્વે સુરક્ષા પરિષદમાં સતત પોતાની કોશિશ ચાલુ રાખશે. 

ઈઝરાયેલનો બચાવ કરવાની કોશિશને લઈને ચીન સતત અમેરિકા પર નિશાન સાધી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ યુએનએસસીને બે વાર જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડતા રોકવા બદલ અમેરિકીની આકરી ટીકા કરી. વાંગે કહ્યું કે ચીન સતત યુએનએસસી તરફથી નિવેદન બહાર પાડવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ અફસોસની વાત છે કે ફક્ત એક દેશના કારણે આપણે મળીને અવાજ ઉઠાવી શકતા નથી. તેમણે કહ્યું કે અમેરિકાને પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરીએ છીએ. તેઓ યોગ્ય પક્ષ લે ને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને સુરક્ષા પરિષદની વિસ્તારમાં તણાવ ઘટાડવા અને સમાધાન કરાવવાના પ્રયત્નમાં મદદ કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube