US: Joe Biden નો અમેરિકી નાગરિકતા પર મોટો નિર્ણય, હજારો ભારતીયોને થશે સીધો ફાયદો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) મોટું પગલું ભરતા સંસદમાં અમેરિકી નાગરિકતા બિલ 2021 રજુ કર્યું છે. જો તે કાયદો બનશે તો તેનાથી હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થશે. 

US: Joe Biden નો અમેરિકી નાગરિકતા પર મોટો નિર્ણય, હજારો ભારતીયોને થશે સીધો ફાયદો

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) મોટું પગલું ભરતા સંસદમાં અમેરિકી નાગરિકતા બિલ 2021 રજુ કર્યું છે. જો તે કાયદો બનશે તો તેનાથી હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થશે. 

ખતમ થઈ જશે પહેલા લગાવેલી રોક
તેના દ્વારા રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે કોઈ દેશના પ્રવાસીઓની સંખ્યા સિમિત કરવા પર અગાઉ લગાવવામાં આવેલી રોક ખતમ થઈ જશે. કાયદો બન્યા બાદ H-1B વિઝા ધારકોના આશ્રિતોને પણ કામ કરવાની મંજૂરી મળશે. અમેરિકામાં ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરનારા હજારો ભારતીયોને તેનો ફાયદો થશે. 

સંસદના બંને સદન પ્રતિનિધિ સભા અને સેનેટમાં બિલ પાસ થયા પછી રાષ્ટ્રપતિ જો બાઈડેનના હસ્તાક્ષર બાદ કાયદો બનતા દસ્તાવેજ વગર રહેતા અને ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશેલા લાખો લોકોને નાગરિકતા મળવાનો રસ્તો સરળ થશે. 

સૌથી વધુ ભારતીયોને થશે ફાયદો
સેનેટર બોબ મેનેડેઝ અને પ્રતિનિધિ સભાના સભ્ય લિન્ડા સાંચેઝે પત્રકારોને કહ્યું કે અમેરિકી નાગરિકતા કાયદો 2021માં ઈમિગ્રેશન સુધારની જોગવાઈ કરાઈ છે. આ મહત્વપૂર્ણ પગલાં હેઠળ ગ્રીન કાર્ડ માટે 10 વર્ષથી વધુ સમયની રાહ જોઈ રહેલા વ્યવસાયિકોને કાયદેસર રીતે સ્થાયી રીતે રહેવાની મંજૂરી મળી જશે. આ કાયદો આવતા સૌથી વધુ ફાયદો ભારતીયોને થશે. 

બાઈડેને 20 જાન્યુઆરીના રોજ શપથ લીધા બાદ આ બિલને સંસદમાં મોકલી દીધુ હતું. જે હેઠળ રોજગાર આધારિત પેન્ડિંગ વિઝાને મંજૂરી આપવામાં આવશે. પ્રત્યેક દેશ પર વિઝા માટે લગાવવામાં આવેલી રોક ખતમ થઈ જશે અને પ્રતિક્ષા સમય ઘટાડવામાં આવશે. 

આ બિલમાં એવા લગભગ 11 મિલિયન અપ્રવાસીયોને પણ નાગરિકતા આપવાની વાત કરાઈ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી  રહ્યા છે. તેમના માટે 8 વર્ષની સમયમર્યાદા નક્કી કરાઈ છે. એવા લોકો સામેલ થશે જે શરણાર્થી છે અને અમેરિકામાં રહે છે. 

અમેરિકામાં રહેવાનો રસ્તો થશે સરળ
વિધેયકમાં અમેરિકી વિશ્વવિદ્યાલયોથી એસટીઈએમ વિષયના ડિગ્રી ધારકોના અમેરિકામાં રહેવાનો રસ્તો પણ સરળ બનાવવાની જોગવાઈ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે એસટીઈએમ (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, અને ગણિત) વિષયોમાં ડિગ્રી માટે અમેરિકી યુનિવર્સિટીઓમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. બંને સદનોમાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીને બહુમત છે. જો કે ઉપરી સદનમાં બિલ પાસ કરાવવા માટે પાર્ટીને 10 રિપબ્લિકન સભ્યોની પણ જરૂર પડશે. 

ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ અને વ્હાઈટ હાઉસે આશા વ્યક્ત કરી છે કે તેમને અમેરિકામાં રહેતા લાખો અમેરિકી નાગરિકો ન હોય તેવા લોકોના હિત માટે જરૂરી સમર્થન મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news