શપથ પહેલા જ આ મામલે વિવાદોમાં ઘેરાયા જો બાઈડેન, ટ્રમ્પ સમર્થકોએ ખોલ્યા મોરચા

અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સત્તા સંભાળતા પહેલા જ વિવાદોમાં ઘેરાયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાઈડેનની પત્ની માટે વ્હાઈટ હાઉસ (White House)માં 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયાના ખર્ચથી ટોયલેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ ખુલાસાએ ટ્રમ્પ સમર્થકોને નવા રાષ્ટ્રપતિ પર હુમલો બોલવાની તક આપી છે. તેમનું કહેવું છે કે ટોયલેટ પર આટલો ખર્ચો કરવા સીધી રીતે કરદાતાઓના પૈસા બરબાદ કરવા છે. જો કે, આ મુદ્દા પર બાઈડેન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Updated By: Jan 11, 2021, 02:12 PM IST
શપથ પહેલા જ આ મામલે વિવાદોમાં ઘેરાયા જો બાઈડેન, ટ્રમ્પ સમર્થકોએ ખોલ્યા મોરચા

વોશિંગ્ટન: અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સત્તા સંભાળતા પહેલા જ વિવાદોમાં ઘેરાયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાઈડેનની પત્ની માટે વ્હાઈટ હાઉસ (White House)માં 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયાના ખર્ચથી ટોયલેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ ખુલાસાએ ટ્રમ્પ સમર્થકોને નવા રાષ્ટ્રપતિ પર હુમલો બોલવાની તક આપી છે. તેમનું કહેવું છે કે ટોયલેટ પર આટલો ખર્ચો કરવા સીધી રીતે કરદાતાઓના પૈસા બરબાદ કરવા છે. જો કે, આ મુદ્દા પર બાઈડેન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો:- મુશ્કેલીમાં ટ્રમ્પ: સમય પહેલા થશે ટ્રમ્પની વિદાય? Nancy Pelosiએ મહાભિયોગની કરી ઘોષણા

મે મહિના સુધીમાં પુરો થશે Project
TMZના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફેડરલ દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે, આ ટોયલેટ વ્હાઈટ હાઉસની ઈસ્ટ વિંગમાં બનાવવામાં આવી રહ્યાં છે. આ વિશે વધારે કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે, મે મહિનાના મધ્યમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે. તે પહેલા 1 લાખ 27 હજાર ડોલર જો બાઈડેન (Joe Biden)ના આવ્યા પહેલા તેમના કાર્યલયની સફાઈ માટે આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે જો બાઈડેન 20 જાન્યુઆરીના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યાં છે.

આ પણ વાંચો:- WHOની વેબસાઇટ પર ભારતનો વિવાદિત નક્શો, શું ચીનની સાથે મળી રચ્યું આ ષડયંત્ર?

વ્યવસાયે શિક્ષક છે Jill Biden
રાષ્ટ્રપતિની પત્ની જિલ બાઈડેન (Jill Biden, 69) પ્રથમ મહિલા તરીકે એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે. વ્યવસાયે શિક્ષક જિલ પાસે ચાર ડિગ્રીઓ છે અને તે વ્હાઈટ હાઉસમાં પ્રથમ મહિલાની જવાબદારીઓને નિભાવવાની સાથે બહાર શિક્ષણ આપવાનું કાર્ય પણ કરશે. અમેરિકાના ઈતિહાસમાં જિલ્લા બાઈડેન પ્રથમ એવી મહિલા હશે જે વ્હાઈટ હાઉસની બહાર કામ કરી વેતન મેળવશે. ગત વર્ષ ઓગસ્ટમાં ચેનલ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, તે જો પ્રથમ મહિલા બને છે તો પણ તેમનું કામ ચાલુ રાખશે.

આ પણ વાંચો:- પાકિસ્તાનના પીએમ ઇમરાનનો ફરી કાશ્મીર રાગ, 370ની પુનઃસ્થાપના સુધી ભારત સાથે વાત નહીં

અત્યારે આ હાલ, તો આગળ શું થશે?
ટોયલેટ પર કરોડોની રકમ ખર્ચ કરવાને લઈને જો બાઈડેન વિપક્ષના નિશાના પર આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભલે આ મુદ્દા પર સાર્વજનિક રીતે કંઈ નથી કહ્યું, પરંતુ તેમના સમર્થકોએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સામે મોરચા ખોલ્યા છે. તેમનું કહેવું છે કે, શપથ ગ્રહણ કરતા પહેલા જ આ હાલ છે તો પાંચ વર્ષમાં બાઈડેન દેશના શું હાલ કરશે વિચારી શકો છો. ત્યારે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂધ કેપિટલ હિલ હિંસાને લઇને મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી એક અથવા બે દિવસમાં સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube