ભૂલ કે ષડયંત્ર? WHOની વેબસાઇટ પર ભારતનો વિવાદિત નક્શો, J&K અને Ladakhને અલગ દેખાડ્યું

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા પ્રકાશિત ભારતના ખોટા નક્શાને લઈને સોશિયલ મીડિયા પર તેની આલોચના થઈ રહી છે. મામલો સામે આવ્યા બાદ વિદેશોમાં રહેતા ભારતીયોએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ચીનના ઇશારા પર WHOએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે.
 

 ભૂલ કે ષડયંત્ર? WHOની વેબસાઇટ પર ભારતનો વિવાદિત નક્શો, J&K અને Ladakhને અલગ દેખાડ્યું

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ જમ્મુ-કાશ્મીર  (J&K) અને લદ્દાખ (Ladakh)ને ભારતથી અલગ દેખાડ્યું છે. કોરોના મહામારીના પ્રકોપને દર્શાવનારા એક નક્શા (Map)માં આ ભૂલ કરવામાં આવી ચે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે  WHOની આ ભૂલની પાછળ ચીનની હાથ હોઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આ કરતૂત વિશે ત્યારે જાણ થઈ જ્યારે લંડનમાં રહેનાર એક ભારતીયની નજર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ભારતના ખોટા નક્શા પર પડી હતી. 

Social Media પર થઈ રહી છે આલોચના
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા પ્રકાશિત ભારતના ખોટા નક્શાને લઈને સોશિયલ મીડિયા પર તેની આલોચના થઈ રહી છે. મામલો સામે આવ્યા બાદ વિદેશોમાં રહેતા ભારતીયોએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ચીનના ઇશારા પર WHOએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે. હકીકતમાં લંડનમાં રહેનાર આઈટી સન્સલ્ટેન્ટ પંકજની નજર આ મેપ પર સૌથી પહેલા પડી હતી. તેના પ્રમાણે કોઈ WhatsApp ગ્રુપમાં તેને શેર કરવામાં આવ્યો હતો. 

અલગ કલરમાં છે J&K અને Ladakh
WHOએ પોતાના એક નક્શામાં જમ્મુ-કાશ્મીરની સાથે લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે. આ કલર કોડેડ મેપ ડબ્લ્યૂએચઓની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ભારતીય ભાગ તેમાં લીલા કલરમાં દેખાડવામાં આવ્યો છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ગ્રે કલરથી ચિન્હિત કરવામાં આવ્યા છે. વૈશ્વિક સંસ્થાના આ મેપને લઈને બ્રિટનમાં રહેતા ભારતીય પ્રવાસીઓ આ મામલાથી ખુબ નારાજ છે. 

અહીં ઉપલબ્ધ છે વિવાદિત Map
મેચમાં દેશના બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોને ગ્રે કલરમાં દેખાડવામાં આવ્યા છે, જ્યારે ભારત અલગ લીલા કલરવાળા ભાગમાં જોવા મળી રહ્યું છે. તો અક્સાઈ ચીનનો વિવાદિત ભાગ ગ્રે રંગમાં છે. આ નક્શો વિશ્વ આરોગ્ય સંસ્થાના  ‘Covid-19 Scenario Dashboard’માં ઉપલબ્ધ છે, જે દેશ પ્રમાણે દર્શાવે છે કે ક્યાં કોરોના મહામારીના કેટલા પુષ્ટિ થયેલા કેસ છે અને કેટલા મૃત્યુ થયા છે. 

WHOએ આપી સફાઈ
મેચ પર થઈ રહેલા વિવાદ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટતા કરી છે. તેના તરફથી કહેવામાં આવ્યું કે, તે સંયુક્ત રાષ્ટ્રના દિશા-નિર્દેશોનું પાલન કરે છે અને તે પ્રમાણે નક્શો પ્રકાશિત કરે છે. પરંતુ તે વાત અલગ છે કે WHOની દલીલ ભારતીયોને ગળે ઉતરી રહી નથી. તેને લાગે છે કે WHOએ ચીનના ઈશારે આ ભૂલ કરી છે. સૌથી પહેલા આ મામલાને ઉઠાવનાર પંકજને પણ આમ લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news