પાકિસ્તાનના પીએમ ઇમરાનનો ફરી કાશ્મીર રાગ, 370ની પુનઃસ્થાપના સુધી ભારત સાથે વાત નહીં

No talks with India until restoration of 370: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો છેડ્યો છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ની વાપસી સુધી ભારત સાથે વાતચીત થશે નહીં.   

Updated By: Jan 11, 2021, 07:10 AM IST
પાકિસ્તાનના પીએમ ઇમરાનનો ફરી કાશ્મીર રાગ, 370ની પુનઃસ્થાપના સુધી ભારત સાથે વાત નહીં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને રવિવારે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરનો સ્વાયત્ત સ્થિતિ (આર્ટિકલ 370)ની વાપસી સુધી ભારત સાથે કોઈ વાતચીત સંભવ નથી. ઇસ્લામાબાદમાં ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત દરમિયાન ભારતની સાથે વાર્તાની સંભાવનાઓને લઈને પૂછવામાં આવેલા એક સવાલ પર ખાને આ પ્રતિક્રિયા આપી હતી. 

તેમણે કહ્યું, 'જમ્મુ-કાશ્મીરનો સ્વાયત્ત દરજ્જો પરત આપવા સુધી ભારત સાથે વાતચીત સંભવ નથી.' તેમણે દાવો કર્યો, ભારતને છોડીને અમારો કોઈ સાથે શત્રુતાપૂર્ણ સંબંધ નથી. પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો પ્રયાસ ભારત કરી રહ્યું છે. 

ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ રૂપથી જણાવી ચુક્યું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓને ખતમ કરવી તેનો આંતરિક મામલો છે. ભારત પહેલા પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકાર કરવા અને ભારત વિરોધી તમામ ખોટા પ્રચારોથી દૂર રહેવાનું કહી ચુક્યું છે. 

આ પણ વાંચોઃ Apple-Amazon એ 'પાર્લર' એપને પોતાના પ્લેટફોર્મ પર હટાવી,જણાવ્યું આ કારણ

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન આ પહેલા પણ ઘણીવાર કાશ્મીરનું નામ લેતા ભારત પર આરોપ લગાવી ચુક્યા છે. તેમણે પાછલા વર્ષે કહ્યું હતું કે, વર્ષ 2018માં પીએમ બન્યા બાદ મેં ભારતને શાંતિ પ્રસ્તાવ આપ્યો હતો. સાથે ભારતીય નેતૃત્વને કહ્યું હતું કે જો તે શાંતિ તરફ એક ડગલું ભરશે તો પાકિસ્તાન બે ડગલા ભરશે. 

ઇમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારત શાંતિ તરફ આગળ વધવાની જગ્યાએ કાશ્મીરને કબજે કર્યું અને અન્યાયની નવી શરૂઆત કરી દીધી. તેમણે કહ્યું કે, ભારતે કાશ્મીરમાં સૈન્ય ઘેરાબંધી કરી દીધી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube