Joe Biden એ ચેતવણીભર્યા સૂરમાં પુતિનને કહ્યું- '....તો પરિણામ ભયાનક આવશે', જાણો શું છે મામલો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (joe biden) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) વચ્ચે જીનેવામાં આયોજિત બેઠકમાં અનેક મુદ્દે સહમતિ બની. આ દરમિયાન બાઈડેને એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વિવાદિત મુદ્દા ઉઠાવવામાં પાછળ નહીં રહે.
Trending Photos
જીનેવા: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (joe biden) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) વચ્ચે જીનેવામાં આયોજિત બેઠકમાં અનેક મુદ્દે સહમતિ બની. આ દરમિયાન બાઈડેને એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વિવાદિત મુદ્દા ઉઠાવવામાં પાછળ નહીં રહે. બંને નેતાઓ વચ્ચે બુધવારે લગભગ ચાર કલાક સુધી બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે યુએસ અને રશિયા એક યૂનિક ભાગીદારી શેર કરે છે. બંને દેશોએ એવો સંબંધ બનાવવો જોઈએ કે જે સ્થિર હોય અને જેના વિશે અનુમાન કરી શકાય.
Separate News Conferences કેમ?
જો બાઈડેને વધુમાં કહ્યું, 'હું ઈચ્છુ છુ કે હું જે કહી રહ્યો છે તે કેમ કહી રહ્યો છું અને જે કરી રહ્યો છું તે કેમ કરી રહ્યો છું તે વ્લાદિમિર પુતિન સમજે.' તેમણે સ્પષ્ટ કર્યું કે માનવાધિકાર અમેરિકીઓના DNA માં છે, આથી તેઓ આ મુદ્દાને સતત ઉઠાવતા રહેશે. આ શિખર બેઠક બાદ અલગ અલગ ન્યૂઝ કોન્ફરન્સ શિડ્યૂલ કરવામાં આવી. જેનાથી તેની સફળતા પર શંકા પેદા થાય છે. 2018માં જ્યારે પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી ત્યારે બંને નેતાઓના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તે દરમિયાન પુતિને ટ્રમ્પને સોકર બોલ પણ ગિફ્ટ કર્યો હતો.
સારા સંબંધો પર પુતિને કરી આ વાત
સૌથી પહેલા રશિયાના રાષ્ટ્રપતિએ બેઠક અંગે પત્રકારોને જાણકારી આપી. તેમણે કહ્યું કે આ બેઠક રચનાત્મક રહી અને બંને નેતાઓની એક બીજાને સમજવાની ઈચ્છાને દર્શાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે 'અમેરિકા સાથે સંબંધોમાં સુધાર થશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ આશાની એક કિરણ જોવા મળી છે. અનેક મુદ્દાઓ પર અમારું આકલન અલગ છે પરંતુ મારા વિચારથી બંને પક્ષોએ એકબીજાને સમજવા અને નજીક આવવાની રીતને જાણવાની ઈચ્છાનું પ્રદર્શન કર્યું.'
Navalny પર બાઈડેને આપી ચેતવણી
ત્યારબાદ તરત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રેસને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે આમને સામને મુલાકાત સિવાય કોઈ વિકલ્પ નહતો. બાઈડેને કહ્યું કે, તેમણે પુતિનને જણાવ્યું કે તેમનો એજન્ડા રશિયા વિરુદ્ધ નથી પરંતુ પોતાના લોકોની સુરક્ષાનો છે. એલેક્સી નવલની(Alexei Navalny) ના સવાલ પર અમેરિકી રાષ્ટ્રપતિએ ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે જો નવલનીને જેલમાં કઈ થશે તો તેના ભયાનક પરિણામ આવશે. વાત જાણે એમ છે કે બાઈડેનને જ્યારે પૂછવામાં આવ્યું કે જો રશિયાના સૌથી મોટા વિપક્ષી નેતા નવલનીનું જેલમાં મોત થઈ ગયું તો? જેના પર બાઈડેને કહ્યું કે તેના ભયાનક પરિણામ આવશે.
અમેરિકાની ચિંતાઓને ભગાવી
શિખર બેઠકમાં જ્યાં પુતિન કેટલા મુદ્દાઓ પર નરમ જોવા મળ્યા ત્યાં કેટલાક મામલે તેમનું વલણ પહેલા જેવું જ રહ્યું. ખાસ કરીને તેમણે એલેક્સ નવલની, યુક્રેનની પૂર્વ સીમા પાસે રશિયાની સેનાની ઉપસ્થિતિ અને સાઈબર એટેકને લઈને અમેરિકી ચિંતાઓને ફગાવી દીધી. પુતિને કહ્યું કે નવલનીએ કાયદાની અવગણના કરી અને તેમને ખબર હતી કે જો તેઓ જર્મનીથી રશિયા પાછા ફર્યા તો શું થશે. રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે વિપક્ષી નેતા સાથે જે કઈ થઈ રહ્યું છે તે યોગ્ય છે. એટલે કે તેમણે એક રીતે સ્પષ્ટ કરી દીધુ કે અમેરિકાના દબાણ છતાં તેઓ નવલનીને છોડશે નહીં.
આ મુદ્દાઓ પર સહમતિ સંધાઈ
બેઠકમાં બંને નેતાઓ સાઈબર સુરક્ષા પર પરામર્શ કરવા માટે સહમત થઈ ગયા. આ ઉપરાંત અમેરિકા અને રશિયાના રાજદૂતોની વાપસી સાથે જ કેદીઓની અદલાબદલીને લઈને પણ બંને વચ્ચે કરાર થઈ શકે છે. આ બેઠકમાં હથિયારોને નિયંત્રિત કરવા અંગે પણ વાતચીત થઈ. નોંધનીય છે કે આ બેઠક એવા સમયે થઈ કે જ્યારે બંને દેશોના સંબંધ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે