શું બાઈડને રણનીતિ હેઠળ 1 કલાક 25 મિનિટ માટે ભારતીય મૂળના કમલા હેરિસને અમેરિકા સોંપ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન શુક્રવારે નિયમિત 'કોલોનસ્કોપી' તપાસ કરાવવા માટે વાલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટર ગયા હતા, જેના કારણે થોડાક સમય માટે તેમણે પોતાની તમામ સત્તા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપી દીધી.
Trending Photos
વૉશિગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે શુક્રવારે લગભગ 1 કલાક 25 મિનિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બનીને દેશ સંભાળ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન શુક્રવારે નિયમિત 'કોલોનસ્કોપી' તપાસ કરાવવા માટે વાલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટર ગયા હતા, જેના કારણે થોડાક સમય માટે તેમણે પોતાની તમામ સત્તા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપી દીધી. બાઈડન રાષ્ટ્રપતિ તરીકેની તેમની પ્રથમ નિયમિત તપાસ માટે શુક્રવારે વહેલી સવારે વોશિંગ્ટનમાં આવેલા એક મેડિકલ સેન્ટર ગયા હતા.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે, બાઈડન 'કોલોનસ્કોપી' દરમિયાન 'એનેસ્થેસિયા'ના પ્રભાવમાં રહેશે, જેના કારણે તેમણે થોડા સમય માટે હેરિસને સત્તા સોંપી દીધી. આ પહેલી વખત હતું, જ્યારે હેરિસે સવા કલાક માટે રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળી હતી. સાકીએ જણાવ્યું હતું કે હેરિસ અને વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રોન ક્લેઈન સાથેની વાતચીત બાદ બાઈડને સ્થાનિક સમય અનુસાર 11:35 વાગ્યે તેમની જવાબદારી સંભાળી લીધી હતી.
બાઈડન પુરી રીતે સ્વસ્થ
બાઈડન (78)એ ડિસેમ્બર 2019માં પોતાના શરીરની તપાસ કરાવી હતી અને ત્યારે ડોક્ટરોએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિને સ્વસ્થ અને રાષ્ટ્રપતિનું કર્તવ્યપાલન કરવામાં સક્ષમ ગણાવ્યા હતા. વર્ષ 2009થી બાઈડનના ચિકિત્સક ડો. કેવિન ઓ કોનોર એ ત્યારે ત્રણ પાનાઓની નોટમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવવાર બાઈડન સંપૂર્ણ સ્વસ્થ છે. બાઈડન પ્રશાસનમાં કમલા હેરિસ ઘણી ચર્ચામાં રહી કારણ કે તે માત્ર પ્રથમ મહિલા જ નહીં પરંતુ પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિ પણ છે.
કોરોના વિરુદ્ધ જગત જમાદાર અમેરિકાનો મોટો નિર્ણય: હવે દરેક પુખ્તવયના લોકોએ કરવું પડશે આ કામ
કમલા હેરિસને સાઈડલાઈન કરવાની તૈયારી!
યુએસ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ બાઈડને પોતાની રણનીતિ હેઠળ પોતાના ગૌણ હેરિસને તેવો અઘરો ટાસ્ક આપ્યો જે ઘણો સંવેદનશીલ હતો અને તેનો સામનો કરવો તલવારની ધાર પર ચાલવા જેવું હતું. શરણાર્થિઓ અને મતાધિકારના મુદ્દાઓ પણ એવા જ હતા, જેમાં બાઈડનની ચાલને સફળ બનાવી અને હેરિસની લોકપ્રિયતાનો ગ્રાફ ધીમેધીમે ઘટવા લાગ્યો. ગત અઠવાડિયે એક પોલમાં હેરિસની અપ્રૂવલ રેટિંગ ઘટીને માત્ર 28 ટકા, જ્યારે બાઈડનનો 38 ટકા થઈ ગયું. હવે એવા સમાચાર આવવા લાગ્યા છે કે હેરિસને વ્હાઇટ હાઉસમાંથી બહારનો રસ્તો દેખાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે