બેરૂત વિસ્ફોટઃ લેબનાનના PM, 3 પૂર્વ મંત્રીઓ વિરુદ્ધ નોંધાયો બેદરકારીનો કેસ
Beirut Explosion Case: લેબનાનની કોર્ટે પ્રધાનમંત્રી Hassan Diab સિવાય 3 પૂર્વ મંત્રીઓ વિરુદ્ધ બેરૂત ધમાકામાં બેદરકારીનો કેસ નોંધ્યો છે. આ ધમાકામાં આશરે 200 લોકોના મોત થયા હતા.
Trending Photos
બેરૂતઃ વર્ષ 2020ની સૌથી મોટી દુર્ઘટનાઓમાંથી એક હતી લેબનાનની રાજધાની બેરૂતમાં થયેલા ધમાકા, આ ધમાકામાં 190થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. હવે દેશની કોર્ટે કેરટેકર પ્રધાનમંત્રી હસન દિઆબ (Hassan Diab) અને તેમની સરકારના ત્રણ મંત્રીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બેરૂતમાં થયેલા ધમાકાએ વર્ષોથી ચાલી રહેલા સરકારી ભ્રષ્ટાચાર અને બેદરકારીના મુદ્દાને દુનિયાની સામે રાખી દીધા હતા.
પીએમ સિવાય નાણા મંત્રી અલી હસન ખલીલ, ગાજી જીટર અને યૂસુફ ફેનિયાનોસ વિરુદ્ધ બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે તપાસ દરમિયાન જણાવ્યું કે, બંદરોમાં વર્ષોથી પડેલ 2750 ટન અમોનિયમ નાઇટ્રેટ આ દુખદાયક ઘટનાનું કારણ હતું. જજ ફાદી સાવને પીએમને સવાલ કર્યો હતો કે પદ પર રહેતા તેમને કેટલા સમયથી વિસ્ફોટકો વિશે જાણકારી હતી અને કેમ તેમણે તેને હટાવવા માટે નિર્દેશ ન આપ્યા?
બેરૂત હચમચી ઉઠ્યું હતું
ઓગસ્ટ 2020મા બેરૂત શહેર તે સમયે હચમચી ઉઠ્યું હતું જ્યારે બંદરોની પાસે સતત બે ધમાકા થયા હતા. આ ધમાકા એટલા ભયાનક હતા કે બંદરની પાસે જમીન ગાયબ થઈ ગઈ હતી. 150થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે પાંચ હજારથી વધુ લોકોને ઈજા થઈ હતી. તેમાં સૌથી મોટું નુકસાન ત્યાં રહેલ ભંડારગ્રહ (silo)ને થયું હતું જેના કારણે અનાજની કમીનો ખતરો ઉભો થયો હતો.
સરકારે આપ્યું હતું રાજીનામું
લેબનાનમાં પહેલાથી આર્થિક સંકટ હતું જેની વચ્ચે કોરોના વાયરસનો પણ કહેર હતો. તો સરકાર વિરુદ્ધ ખરાબ વલણ અને ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યાં હતા. રાજધાની બેરૂતમાં થયેલા ધમાકા બાદ લોકોનો ગુસ્સો બહાર આવ્યો ત્યાર બાદ બીએમ સહિત ઘણા મંત્રીઓએ રાજીનામું આપી કેરટેકરની ભૂમિકા નિભાવવાની વાત કરી હતી.
પડી ગઈ હતી સરકાર
પાછલા વર્ષે મોટા જન આંદોલનને કારણે સરકાર પડ્યા બાદ હસનની સરકાર આવી હતી. આ સરકારમાં ઘણા ટેક્નોક્રેટ સામેલ છે અને મોટી પાર્ટીઓથી લઈને ઈરાનનું પણ સમર્થન હાસિલ છે પરંતુ એક વર્ષની અંદર તે પણ પડી ગઈ છે. ઘણા મુદ્દાથી નારાજ ચાલી રહેલા લોકોએ બેરૂત પોર્ટ પર ધમાકાથી નારાજ થઈ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકારી મંત્રાલયો પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ઘણા સ્થાને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે