Night Club પહોંચી ગયા મેયર, ખુબ દારૂ ઢીંચ્યો અને પછી કપડાં ઉતારી નાખ્યા, હદ તો ત્યાં કરી...

Viral Video: આ ઘટનાનો વીડિયો જેવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે મેયર પર લોકો ભડકી ગયા અને કાર્યવાહીની માંગણી કરવા લાગ્યા. જો કે આ મેયર ખુબ વિવાદિત રહ્યા છે અને અવારનવાર તેમની આવી હરકત સામે આવતી રહી છે. 

Night Club પહોંચી ગયા મેયર, ખુબ દારૂ ઢીંચ્યો અને પછી કપડાં ઉતારી નાખ્યા, હદ તો ત્યાં કરી...

ઉચ્ચ પદો પર બેઠેલા લોકોએ તો ઓછામાં ઓછું એ સમજવું જોઈએ કે તેમની દરેક કરતૂત એક ઉદાહરણ બની જતી હોય છે. જે લોકો માટે પ્રેરણા પણ બને છે. લોકોના પ્રતિનિધિ બનીને ચૂંટાઈને આવતા લોકોએ તો તેનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ અનેક એવા નેતાઓ છે જે પોતાની આદતોથી બાજ આવતા નથી. આવા જ એક નેતાની હાલમાં જ કહાની સામે આવી છે જે નાઈટ ક્લબમાં કપડાં ઉતારીને ડાન્સ કરતા જોવા મળ્યા. 

આ ઘટના કોલંબિયાની છે. મીડિયા રિપોર્ટ મુજબ ઘટનાનો વીડિયો જ્યારથી સોશિયલ મીડિયામાં સામે આવ્યો ત્યારથી ઘટના પર હંગામો મચી ગયો છે. મળતી માહિતી મુજબ અહીં સ્થિત કેલીમા નગરપાલીકાના મેયરલ માર્ટિન અલ્ફોન્સો મેજિયાથી સંબંધિત આ મામલો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેયર પાર્ટી કરવા માટે એક નાઈટ ક્લબમાં પહોંચે છે અને આ દરમિયાન તેમના સાથી પણ સાથે હોય છે. પહેલા તો તેઓ ખુબ દારૂ પીવે છે. 

દારૂ પીધા બાદ તેઓ કપડાં ઉતારવા લાગે છે. ધીરે ધીરે પોતાના બધા કપડાં ઉતારી નાખે છે અને એટલે સુધી કે પોતાનો પ્રાઈવેટ પાર્ટ પણ દેખાડવા લાગે છે. તેમના સાથે પણ તેમને આવું કરતા રોકતા નથી. એક અન્ય મીડિયા રિપોર્ટ મુજબ તેમણે આ બધું જ્યારે કર્યું ત્યારે નાઈટક્લબમાં કેટલીક મહિલાઓ પણ હાજર હતી. 

જેવો આ સમગ્ર મામલો સામે આવ્યો કે શહેરમાં હડકંપ મચી ગયો અને તેમને હટાવવાની વાત થવા લાગી. પ્રશાસને આ ઘટનાની તપાસ કરવાનું કહ્યું છે. એવું કહેવાય છે કે આ મેયર ખુબ વિવાદિત રહ્યા છે અને પહેલા પણ અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. પોતાના નિવેદનોને લઈને પણ તેઓ અનેકવાર ચર્ચામાં રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news