ઉ.કોરિયાએ ધડાધડ એક પછી એક મિસાઈલ પરિક્ષણ કરતા ફફડી ગયું દ.કોરિયા

ઉત્તર કોરિયાએ શનિવારે પૂર્વ સાગરમાં ઓછા અંતરની મારક ક્ષમતાવાળી અનેક મિસાઈલનું પરિક્ષણ કર્યું.

ઉ.કોરિયાએ ધડાધડ એક પછી એક મિસાઈલ પરિક્ષણ કરતા ફફડી ગયું દ.કોરિયા

સિઓલ: ઉત્તર કોરિયાએ શનિવારે પૂર્વ સાગરમાં ઓછા અંતરની મારક ક્ષમતાવાળી અનેક મિસાઈલનું પરિક્ષણ કર્યું. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ (જેસીએસ) તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી. 

સમાચાર એજન્સી એફેના જણાવ્યાં મુજબ જેસીએસએ જણાવ્યું કે અજાણી મિસાઈલોનું સવાર 9.06 અને 9.27 વાગ્યાની વચ્ચે ઉત્તર કોરિયાના પૂર્વ કાંઠાના હોદો પ્રાયદ્વીપના વોનસનની પાસે જ પરિક્ષણ કરવામાં આવ્યું. 

જુઓ LIVE TV

જેસીએસે કહ્યું કે, "અમારી સેના ઉત્તર કોરિયાની ગતિવિધિને નજીકથી જોઈ રહી છે અને તેણે અમેરિકાની સાથે નજીકના સમન્વયમાં હાલાત પર પૂરેપૂરી નજર રાખી છે."

જેસીએસના જણાવ્યાં મુજબ મિસાઈલોએ પૂર્વી સાગરમાં 70થી લઈને 100 કિમીના અંતર સુધીની ઉડાણ ભરી હતી. અત્રે જણાવવાનું કે આ પરિક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય કોરિયાઈ પ્રાયદ્વીપના પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને વાતચીત કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news