ભારતે તોડી પાડ્યું હતું PAK એફ-16 વિમાન, પણ અમેરિકાએ કહ્યું-બધા પાકિસ્તાની જેટ સુરક્ષિત
એક અમેરિકી મેગેઝીનનું કહેવું છે કે પાકિસ્તાન પાસે જેટલા પણ એફ-16 ફાઈટર વિમાનો હતાં તેમાંથી એક પણ વિમાન 'ગુમ' નથી અને તેમાંથી કોઈને કશું નુકસાન થયું નથી.
Trending Photos
વોશિંગ્ટન: એક અમેરિકી મેગેઝીનનું કહેવું છે કે પાકિસ્તાન પાસે જેટલા પણ એફ-16 ફાઈટર વિમાનો હતાં તેમાંથી એક પણ વિમાન 'ગુમ' નથી અને તેમાંથી કોઈને કશું નુકસાન થયું નથી. પ્રતિષ્ઠિત અમેરિકી મેગેઝીન 'ફોરેન પોલીસી મેગેઝીન'ના એક રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે. આ રિપોર્ટ ભારતના તે દાવાને પણ ફગાવે છે કે ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીના રોજ હવાઈ સંઘર્ષ દરમિયાન એક એફ-16 ફાઈટર વિમાન તોડી પાડ્યું હતું.
ભારતે 28 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની એફ-16 દ્વારા છોડાયેલી એએમઆરએએએમ મિસાઈલના ટુકડા પણ બતાવ્યાં હતાં જે એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાને કાશ્મીરમાં ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે હવાઈ હુમલા વખતે અમેરિકાના એફ-16 ફાઈટર વિમાનો તહેનાત કર્યા હતાં.
પાકિસ્તાને કહ્યું હતું કે કોઈ એફ-16 વિમાનનો ખોટો ઉપયોગ કરાયો નથી અને પોતાના એક વિમાનને ભારતીય વાયુસેના દ્વારા તોડી પાડવાના દાવાને પણ ફગાવ્યો હતો. મેગેઝીનના રિપોર્ટ મુજબ પાકિસ્તાને આ ઘટના બાદ અમેરિકાને એફ-16 ફાઈટર વિમાનોની ગણતરી કરવા માટે આમંત્રિત પણ કર્યું હતું.
જુઓ LIVE TV
મેગેઝીનની લારા સેલિગમને ગુરુવારે કહ્યું કે પાકિસ્તાનના એફ-16 કાફલાની ગણતરી દરમિયાન અમેરિકાને જાણવા મળ્યું છે કે બધા વિમાનો હાજર છે અને તેમાંથી કોઈને કશું નુકસાન થયું નથી. જે સીધે સીધુ ભારતના તે દાવાથી વિરુદ્ધ છે કે તેણે ફેબ્રુઆરીમાં થયેલા હવાઈ સંઘર્ષમાં પાકિસ્તાનનું એક વિમાન તોડી પાડ્યું હતું.
રક્ષા મંત્રાલયે જો કે હજુ પાકિસ્તાનમાં એફ-16 ફાઈટર વિમાનોની ગણતરી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે