પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 10 લોકોના મોત, 35 ઈજાગ્રસ્ત


ક્વેટા બલુચિસ્તાન પ્રાંતની રાજધાની છે, જેની સરહદ અફઘાનિસ્તાન ઇરાન સાથે પણ લાગે છે.
 

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 10 લોકોના મોત, 35 ઈજાગ્રસ્ત

ક્વેટાઃ પાકિસ્તાનમાં બલુચિસ્તાનના ક્વેટામાં એક ભીષણ બોમ્બ ધડાકામાં 10 લોકોના મોત થયા જ્યારે 35 લોકોને ગંભીર ઈજા થઈ છે. સમાચાર એજન્સી રોયટરના રિપોર્ટ પ્રમાણે, આ એક આત્મઘાતી ધમાકો હતો જેણે એક પોલીસ વાહનને નિશાન બનાવીને અંજામ આપવામાં આવ્યો હતો. ધડાકામાં બે પોલીસકર્મીઓના પણ મોત થઈ ગયા છે. પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન'એ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આ ધડાકો બલુચિસ્તાનની રાજધાની શરેઆ ઇકબાલ Sharea Iqbal in Quetta) ક્ષેત્રમાં થયો ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરાબંધી કરી લીધી છે. 

ક્વેટા બલુચિસ્તાન પ્રાંતની રાજધાની છે, જેની સરહદ અફઘાનિસ્તાન ઇરાન સાથે પણ લાગે છે. હોસ્પિટલના એક અધિકારીના હવાલાથી રોયટરે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધી 10 મૃતદેહોને લાવવામાં આવ્યા છે. સમાચાર પત્ર ડોનના રિપોર્ટ પ્રમાણે, આ ઘડાકો ક્વેટા પ્રેસ ક્લબ નજીક થયો છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

— Wendigo (@Being_Wendigo1) February 17, 2020

મહત્વનું છે કે, પાકિસ્તાનના કરાચીથી આજે એક અન્ય દુખદ ઘટના સામે આવી હતી. જાણવા મળ્યું હતું કે આ ઘટનામાં શાકભાજીના એક કન્ટેનરમાંથી ઝેરી ગેસ નિકળ્યો જેમાં ચાર લોકોના મોત થયા અને 15 લોકો બીમાર થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news