પાકિસ્તાનના આ નેતાએ PM મોદી પાસે માંગી મદદ, કહ્યું-'શરણ આપો નહીં તો...

પાકિસ્તાનની પાર્ટી મુત્તહિદા કૌમી મૂવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમના અને તેમના સાથીઓ માટે ભારતમાં શરણ અને આર્થિક મદદ માટેની ગુહાર લગાવી છે. પાકિસ્તાનમાં તેમના પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાએ રવિવારે આ અંગેની જાણકારી આપી. 

Viral Raval Viral Raval | Updated: Nov 17, 2019, 10:59 PM IST
પાકિસ્તાનના આ નેતાએ PM મોદી પાસે માંગી મદદ, કહ્યું-'શરણ આપો નહીં તો...
ફાઈલ તસવીર

લંડન: પાકિસ્તાન(Pakistan)ની પાર્ટી મુત્તહિદા કૌમી મૂવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈને(Altaf Hussain) ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પાસે તેમના અને તેમના સાથીઓ માટે ભારતમાં શરણ અને આર્થિક મદદ માટેની ગુહાર લગાવી છે. પાકિસ્તાનમાં તેમના પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાએ રવિવારે આ અંગેની જાણકારી આપી. 

જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ 2016માં તેમણે બ્રિટનથી પાકિસ્તાનમાં રહેતા પોતાના સમર્થકોને એક ભડકાઉ ભાષણ આપ્યું હતું. ત્યારબાદ આ વર્ષે 10 ઓક્ટોબરના રોજ બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે હુસૈન પર આતંકવાદ સંબંધિત મામલો નોંધ્યો હતો. જૂન 2020માં તેમના વિરુદ્ધ સ્ટેન્ડ ટ્રાયલ થવાની છે અને જામીનની શરતો મુજબ બ્રિટનની પોલીસ પાસે તેમનો પાસપોર્ટ જમા કરાવવામાં આવ્યો છે. 

કોર્ટ દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈ પણ મુસાફરી દસ્તાવેજ માટે અરજી કરવાની તેમને મંજૂરી નથી. વકીલ હવે એ વાતની સમીક્ષા કરી રહ્યાં છે કે ટ્રાયલ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શરણની વાત કરીને શું તેમણે જામીનની શરતોનો ભંગ કર્યો છે કે નહીં. બ્રિટન પોલીસ દ્વારા તેમને શરતો સાથે જામીન અપાયા બાદ પોતાના પહેલા સાર્વજનિક ભાષણમાં એમક્યુએમના નેતાએ કહ્યું કે તેઓ ભારતની મુસાફરી કરવા માંગે છે કારણ કે તેમના દાદા-દાદી ત્યાં દફન છે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે જો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મને મંજૂરી આપે તો હું મારા સાથીઓ સાથે ભારત આવવા તૈયાર છું, કારણ કે મારા દાદા દાદીની કબર ત્યાં છે. મારા હજારો સંબંધીઓની કબર ત્યાં છે. હું ભારત જઈને તે કબરો જોવા માંગુ છું. પીએમ મોદીને સંબોધિત કરતા તેમણે આરોપ લગાવ્યો કે 22 ઓગસ્ટ 2017 બાદ કરાચીમાં તેમની સંપત્તિ, ઘર અને કાર્યાલયને પાકિસ્તાની સરકારે કબ્જો જમાવી દીધો છે. 

તેમણે ભારતીય વડાપ્રધાનને કહ્યું કે જો તેઓ તેમને શરણ ન આપી શકે તો તેઓ પૈસે ટકે આર્થિક મદદ કરે. સપ્ટેમ્બરમાં હુસૈનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો હતો જેમાં તેમણે ભારતીય દેશભક્તિ ગીત સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા... ગીત ગાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube