LoC પર પાકિસ્તાનના નવા ષડયંત્રનો ખુલાસો, સ્કાર્દૂ એરબેઝ પર યુદ્ધાભ્યાસ
Trending Photos
નવી દિલ્હી: 26 જુલાઇ એટલે કે કારગિલ વિજય દિવસ. દેશ પરાક્રમ પર ગર્વનો પર્વ મનાવી રહ્યો છે. પરંતુ આજે એક એવા સમાચાર સામે આવ્યા જે દેશની સુરક્ષાને લઇને સાવધાન કરે છે. સમાચાર છે કે, ચીન અને પાકિસ્તાન ભેગા મળી ભારતને ઘરેવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. પરંતુ તેઓ ભુલી રહ્યાં છે કે, જીતશે તો માત્ર હિન્દુસ્તાન.
LoC પર પાકિસ્તાનનું ષડયંત્ર
- LoC પર ભારતની સામે ચીન-પાકિસ્તાનનું ષડયંત્ર
- PoKમાં સ્કાર્દૂ એરબેઝ પર પાકિસ્તાનની વાયુસેનાનો યુદ્ધાભ્યાસ
- ચીનના ઇશારા પર પાકિસ્તાનની વાયુસેનાનો યુદ્ધાભ્યાસ
- લદાખની પાસે પાકિસ્તાને ફાઇટર જેટ તૈનાત કર્યા
- સ્કાર્દૂ એરબેઝ પર પાકિસ્તાનના JF-17 ફાઇટર તૈનાત
- પાકિસ્તાનના એરફોર્સ ચીફે લીધી સ્કાર્દૂ એરબેઝની મુલાકાત
- સ્કાર્દૂ વિસ્તારમાં પાકિસ્તાન કરી રહ્યું છે એર કોમ્બેટ એક્સરસાઇઝ
- ચીનની વાયુસેના પણ કરે છે સ્કાર્દૂ એરબેઝનો ઉપયોગ
- LoC પર પાકિસ્તાને તેના ચાર એરબેઝને એલર્ટ કર્યા
- PoKમાં ભારતની સામે ચીન-પાકિસ્તાનનું સૈન્ય ગઠબંધન
ચીનના ઇશારા પર પાકિસ્તાનની વાયુસેના યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના સ્કાર્દૂમાં થઇ રહ્યો છે. પાકિસ્તાને સ્કાર્દૂમાં તેમના ફાઇટર જેટ પણ તૈનાત કર્યા છે. પાકિસ્તાનના વાયુસેના અધ્યક્ષ મુઝાહિદ અનવર ખાને સ્કાર્દૂની મુલાકાત લીધી છે.
ખાસ વાત એ છે કે, સ્કાર્દૂ તે એરબેઝ છે, જેનો ચીનની વાયુસેના પણ ઉપયોગ કરે છે. પાકિસ્તાને ચીનને સ્કાર્દૂ એરબેઝ પર ફાઇટર જેટ ઉતારવાની સુવિધા આપી છે. એટલે કે ચીન અને પાકિસ્તાન ભેગા મળીને ભારત સામે ષડયંત્ર કરી રહ્યાં છે. અહીં તમને આ પણ જાણવું જરૂરી છે કે, સ્કાર્દૂ કેમ મહત્વનું છે.
કેમ મહત્વનું છે સ્કાર્દૂ?
પાકિસ્તાની વાયુસેનાનું એડવાન્સ ઓપરેટિંગ એરબેસ છે, જેનો ભારત સામે પાકિસ્તાન વાયુસેના ઉપયોગ કરે છે. સ્કાર્દૂ એરબેસ લદાખની નજીક છે, પાકિસ્તાની વાયુસેનાના વિમાન સ્કાર્દૂથી ચીન ઉડાન ભરે છે. પાકિસ્તાને ચીનને એરબેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ચીન ભારત સામે ઉપયોગ કરી શકે છે.
સમાચાર અને તેનો અર્થ સમજો
- સમાચાર છે કે લદાખની પાસે પાકિસ્તાને ફાઇટર જેટ તૈનાત કર્યા, તેનો અર્થ એ છે કે, ચીનના ઇશારા પર LoC પર પાકિસ્તાનનું ષડયંત્ર
- સમાચાર છે કે સ્કાર્દૂ એરબેઝ પર પાકિસ્તાનના JF-17 ફાઇટર તૈનાત, તેનો અર્થ છે કે, લદાખમાં ચીનથી તણાવ, લદાખની નજીક છે સ્કાર્દૂ
- સમાચાર છે કે, ચીન પણ કરે છે પાકિસ્તાનના સ્કાર્દૂ એરબેઝનો ઉપયોગ, તેનો અર્થ છે કે, ભારતને બે મોરચા પર મૂંઝવવાનું ચીન-પાકિસ્તાનનું ષડયંત્ર
- સમાચાર છે કે, પાકિસ્તાનના એરફોર્સ ચીફે કરી સ્કાર્દૂ એરબેઝની મુલાકાત, તેનો અર્થ છે કે, ચીનના ઇશારા પર પાકિસ્તાન દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
તમને જણાવી દઇએ કે, પૂર્વ લદાખમાં ભારત અને ચીન 3 જગ્યાઓથી સંપૂર્ણપણે પાછું હટી ગયું છે. ગલવાન ખીણ, પેટ્રોલિંગ પોઇન્ટ 15, હોટ સ્પ્રિંગથી ચીન પાછું હટ્યું છે. હાલ માત્ર પેંગોગ લેકના પાસ ફિંગર વિસ્તારમાં ચીન હજી સુધી પણ હાજર છે. પરંતુ ભારતના હોસલાને જોઇ ચીન ત્યાંથી પણ પાછું હટવા પર મજબૂર થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે