સિઓલમાં બોલ્યા PM મોદી, 'દુનિયા સામે બે સૌથી મોટા સંકટ- આતંકવાદ અને જળવાયુ પરિવર્તન'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાઉથ  કોરિયામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે દુનિયા સામે બે મોટા સંકટ છે. આતંકવાદ અને જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) તેમણે કહ્યું કે આતંકવાદે સમગ્ર દુનિયાને લલકારી છે. આ અગાઉ પીએમ મોદીએ સિઓલમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો મજબુત છે અને તે જલદી પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. 

સિઓલમાં બોલ્યા PM મોદી, 'દુનિયા સામે બે સૌથી મોટા સંકટ- આતંકવાદ અને જળવાયુ પરિવર્તન'

સિઓલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાઉથ  કોરિયામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે દુનિયા સામે બે મોટા સંકટ છે. આતંકવાદ અને જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) તેમણે કહ્યું કે આતંકવાદે સમગ્ર દુનિયાને લલકારી છે. આ અગાઉ પીએમ મોદીએ સિઓલમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો મજબુત છે અને તે જલદી પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. 

તેઓ અહીં ભારત-કોરિયા ટ્રેડ ફેરને સંબોધન કરી રહ્યાં હતાં. મોદીએ કહ્યું કે ભારત હવે પહેલા કરતા વધુ ઓપન અર્થવ્યવસ્થા છે. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં 250 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) આવ્યું છે. તેમણે કહ્યું કે દુનિયામાં કોઈ પણ મોટી અર્થવ્યવસ્થા આ પ્રકારે વર્ષે વર્ષે સાત ટકાના વૃદ્ધિદરથી વધી નથી. આર્થિક સુધારાના  કારણે વિશ્વ બેંકની કારોબાર સુગમતા સૂચિમાં મોટી છલાંગ લગાવીને ભારત 77માં સ્થાને પહોંચી ગયું છે. 

મોદીએ કહ્યું કે આગામી વર્ષ સુધી તેમણે ભારતને ટોચના 50 કારોબાર સુગમતાવાળા દેશોની સૂચિમાં સામેલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. મોદીએ કહ્યું કે સરકારનું કામ સહયોગની પ્રણાલી ઉપલબ્ધ કરાવવાનું છે. ભારત અવસરોની ભૂમિ તરીકે ઊભરીને સામે આવ્યું છે. 

— ANI (@ANI) February 21, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસે છે. દક્ષિણ કોરિયામાં તેનું સ્વાગત હોટલમાં ભારતીય સમુદાયે કર્યું હતું. આ દમરિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા  લાગ્યા હતાં. આ સાથે જ હોટલમાં હર હર મહાદેવનો જયનાદ પણ સાંભળવા મળ્યો હતો. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું હતું કે આ પ્રવાસથી દક્ષિણ કોરિયાની સાથે ભારતની  ખાસ કરીને વ્યૂહાત્મક ભાગીદારી મજબુત થશે અને લુક ઈસ્ટ નીતિમાં નવા અધ્યાય જોડાશે. 

કુમારે ટ્વિટ કરીને કહ્યું કે ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનની ગતિને યથાવત રાખતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિપબ્લિક ઓફ કોરિયાના બે દિવસના અધિકૃત પ્રવાસે સિયોલ જવા રવાના. રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હું બુધવારે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના નિમંત્રણ પર દક્ષિણ કોરિયા માટે રવાના થઈશ. અમે દક્ષિણ કોરિયાને એક મૂલ્યવાન મિત્ર ગણીએ છીએ. જેની સાથે અમારી ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે. આ પ્રવાસથી દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન મળશે. 

તેમણે કહ્યું કે લોકતંત્રના સાથી તરીકે ભારત અને દક્ષિણ કોરિયાએ જોઈન્ટ મૂલ્ય અને વિશ્વ શાંતિ માટે એક દ્રષ્ટિકોણ શેર કર્યો છે. બજાર અર્થવ્યવસ્થાના સાથી  તરીકે અમારી જરૂરિયાતો અને તાકાત એકબીજાની પૂરક છે. દક્ષિણ કોરિયા મેક ઈન ઈન્ડિયા, સ્વચ્છ ભારત અને સ્ટાર્ટ અપ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુસાફરી દરમિયાન વડાપ્રધાન દક્ષિણ  કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે વ્યૂહાત્મક મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણો પર ચર્ચા કરશે. ત્યાં તેમને શાંતિ સન્માન પણ આપવામાં આવશે. 

વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીના રોજ સિયોલ પહોંચશે. આ અવસરે તેઓ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણો થા હાલના ઘટનાક્રમ પર વિચાર વિમર્શ કરશે. પીએમ મોદીને શાંતિ સન્માન પણ અપાશે. આ અંગેના સમારોહનું આયોજન સિયોલ શાંતિ સન્માન સાંસ્કૃતિક ફાઉન્ડેશન દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ થયું છે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મોદીના યોગદાનને માન્યતા પ્રદાન કરવા અંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news