જાણો એવી જગ્યા વિશે કે જ્યાં 6 મહિના સુધી નથી થતાં સૂર્ય નારાયણના દર્શન!

  દુનિયામાં ખગોળીય ઘટનાઓના અનેક રસપ્રદ ઉદાહરણો આપણને જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ જગ્યા છે  કે જ્યાં 6 મહીના જેટલા સમય સુધી સૂર્યપ્રકાશ આવતો નથી. વર્ષના 6 મહીના હોય છે દિવસ અને બાકીના 6 મહીના હોય છે રાત.

જાણો એવી જગ્યા વિશે કે જ્યાં 6 મહિના સુધી નથી થતાં સૂર્ય નારાયણના દર્શન!

નવી દિલ્લીઃ યુરોપના દેશ નોર્વેમાં એક એવું શહેર છે જ્યાં 6 મહીના સુધી સૂર્ય નીકળતો નથી.  સૂર્યપ્રકાશની અછતના કારણે આ શહેરના લોકોના શરીરમાં વિટામિન- D ની માત્રા ખૂબ જ ઓછી હોય  છે. જો કે સ્થાનિકોને એક્ઠા થઈને અજવાળા માટે કાઢ્યો છે રસ્તો. દુનિયામાં ખગોળીય ઘટનાઓના અનેક રસપ્રદ ઉદાહરણો આપણને જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ જગ્યા છે  કે જ્યાં 6 મહીના જેટલા સમય સુધી સૂર્યપ્રકાશ આવતો નથી. વર્ષના 6 મહીના હોય છે દિવસ અને બાકીના 6 મહીના હોય છે રાત.

No description available.

પર્વતોની વચ્ચે છે આ શહેર:
નોર્વેના ટેલીમાર્ક વિસ્તારની પાસેના પર્વતોની વચ્ચે રજુકાન નામનું શહેર આવેલું છે. અહીના લોકો 6 મહીના સુધી સૂર્યપ્રકાશ વગર જ રહે છે. અને આજ કારણથી તેમના શરીરમાં વિટામિન -Dની હોય છે અછત. જાણકારીના અનુસાર આ શહેરને નોર્સ્ક હાઇડ્રોમાં કામ કરનારા લોકો માટે બનાવવામાં આવ્યું હતું.
 
અરીસાની મદદથી સૂર્યના પ્રકાશને લાવવાનો પ્રયાસ:
એક રિપોટના અનુસાર આ શહેરના સ્થાપક સૈમ આઈડે વર્ષ 1913માં સૂર્યપ્રકાશ લાવવા માટે સપનું જોયું હતું . જોકે તેમને હયાતીમાં તો આ શક્ય ન થઈ શક્યું. જેના પછી વિકલ્પના રૂપમાં નાગરિકોને ઘાટીથી બહાર અને પર્વતો પર લઈ જવા માટે ક્રોબોબેન બનાવ્યુ હતું .જેથી લોકોને વિટામિન- D મળી શકે.

No description available.
 
100 વર્ષ પછી તૈયાર થયો આ અરીસો:
સૈમ આઈડે લોકોને રસ્તો દેખાડ્યો. તેમના મૃત્યુ પછી સ્થાનિક લોકોએ અને કલાકાર માર્ટિન એન્ડરસને તેમના વિચાર પર મંથન કર્યું. આશરે 100 વર્ષ પછી સત્તાવાર રીતે રજુકાન સન મિરરનો ઉપયોગ કર્યો. સ્થાનિક લોકો જેથી સૂર્યપ્રકાશને લઈ શકે.
 
આ અરીસાએ પર્યટનને આપ્યો વેગ:
અરીસાની મદદથી આશરે 80 ટકા સૂર્યના કિરણોને શહેરની બાજુમાં મોકલી દેવામાં આવ્યા. આ યોજનાને બનાવવા માટે 75 હજાર ડોલરનો ખર્ચો થયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ અરીસાના કારણે લોકોને ઘણી મદદ મળી, સાથે જ પર્યટનને પણ વેગ મળ્યો. જાણકારીના અનુસાર વર્ષ 2015માં નોર્વેને  યૂનેસ્કો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મળી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news