ગરમીમાં બરફ કરતા પણ વધુ ઠંડક આપે છે તમારા રસોડામાં પડેલી આ વસ્તુઓ

ઉનાળામાં હીટ સ્ટ્રોક અને પાચન સમસ્યાઓથી બચવા માટે કેટલાક મસાલા અને જડીબુટ્ટીઓનું સેવન મદદરૂપ થઈ શકે છે. આ માટે આ મસાલાઓને તમારા આહારમાં સામેલ કરો અને લાભ મેળવો.

ગરમીમાં બરફ કરતા પણ વધુ ઠંડક આપે છે તમારા રસોડામાં પડેલી આ વસ્તુઓ

નવી દિલ્લીઃ ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાને કારણે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. લોકો હવે ગરમીથી રાહત મેળવવા માટે જાતજાતના નુસખા પણ અજમાવી રહ્યાં છે. જોકે, શું તમે જાણો છોકે, તમારા રસોડામાં પડેલી કેટલી વસ્તુઓ એવી છે જે તમને બરફ કરતા પણ વધુ ઠંડક આપી શકે છે. એ વસ્તુઓ એવી છેકે, જેના નિયમિત સેવનને કારણે કાળઝાળ ગરમીમાં પણ તમારું શરીર સાવ બરફ જેવું ઠંડુગાર રહેશે. 

વધુ પડતી ગરમીના કારણે કઈ કઈ તકલીફો થઈ શકે છે?
કાળઝાળ ગરમીમાં બહાર ફરવાને કારણે હીટ સ્ટ્રોક આવી શકે છે. વોમિટિંગ થઈ શકે છે. કોઈને ઝાડા-ઉલ્ટીની સમસ્યા ગરમીના કારણે થઈ જતી હોય છે. માથામાં દુઃખાવો થતો હોય છે. ગભરામણનો અહેસાસ થાય છે. એટલું જ નહીં વધુ પડતી ગરમીના કારણે તમને ચક્કર આવી શકે છે તમે પડી પણ શકો છો. વધુ પડતી ગરમીના કારણે સનબર્ન થાય છે. બીપી વધુ કે ઘટી શકે છે. ઉનાળામાં હીટ સ્ટ્રોક અને પાચન સમસ્યાઓ જેમ કે અપચો, ઉબકા અને હાર્ટબર્નનું જોખમ વધી જાય છે. 

આ બધી સમસ્યાઓથી બચવા માટે આ ઋતુમાં તમારે એવી ખાદ્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે અંદરથી ઠંડક આપે અને તમારા પાચનને સરળ બનાવે, જેમ કે કેટલાક મસાલા અને શાક. કેટલાક લોકોના મનમાં મસાલાને લઈને એક માન્યતા છે કે ગરમ હવામાનમાં તેનું સેવન ન કરવું જોઈએ. એ વાત સાચી છે કે મસાલા શરીરને હૂંફ આપે છે, પરંતુ કેટલાક મસાલા અને ઔષધો એવા છે જે તેમના ઠંડા સ્વભાવને કારણે તમને ઠંડક આપે છે, જેમ કે નાની એલચી, ફુદીનો કે તુલસી વગેરે.

તમારા રસોડામાં પડેલી આ વસ્તુઓ તમારા બોડીને રાખશે એકદમ ઠંડા ઠંડા Cool Cool:

વરિયાળી-
દરેકના રસોડામાં વરિયાળી તો હોય જ છે. તમે જમ્યા બાદ વરિયાળીનું નિયમિત સેવન કરો, એનાથી તમારી પાચન ક્રિયા પણ સારી રહેશે. સાથે જ વરિયાળી તમારી બોડીને એકદમ કુલ રાખશે. તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો.

જીરું-
જીરું પેટને ઠંડુ કરે છે અને પાચન માટે પણ સારું છે. તમે તેને શાકભાજી અથવા છાશ સાથે ખાઈ શકો છો. સવારે ખાલી પેટ જીરાનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

લીબું-
લીબું વિશે એવું કહેવાય છેકે, લીંબુમાં જો બીજ ના હોય તો એનાથી મરેલો માણસ પણ જીવિત થઈ જાત. અર્થાતઃ લીંબુમાં એટલાં બધા ગુણો રહેલાં છેકે, તેની ગણતરી થઈ શકે છે એમ નથી. ઉનાળાની કાળજાળ ગરમીમાં તમે લીંબુ પાણી પીને પોતાની બોડીને ડિહાઈડ્રેસનથી બચાવી શકો છો. ઈમ્યુનીટી બુસ્ટર તરીકે પણ લીંબુ કામ લાગશે.

આદુ-
આદુ પેટની સમસ્યાઓને દૂર કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. ઓછી માત્રામાં તેનો ઉપયોગ ચા અથવા શાકભાજીમાં કરી શકાય છે. આદુની સાથે લીંબુનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, જેથી તેની ગરમી દૂર થઈ શકે.

કોથમીર-
ધાણા પાચનને સુધારે છે અને પેટને ઠંડક આપે છે. તેનો ઉપયોગ ડિટોક્સ ડ્રિંક, સલાડ, પન્ના, ચટણી અથવા શાકભાજી તરીકે કરી શકાય છે. ધાણાના પાનને પાણીમાં નાખીને, તેને બ્લેન્ડ કરીને અને મીઠું ઉમેરીને, તમે તેને ડિટોક્સ ડ્રિંક તરીકે પી શકો છો.

ફુદીના-
ફુદીનો પેટને ઠંડક આપે છે. તેના એન્ટીઓક્સીડેન્ટ ખરાબ પાચન અને હીટ સ્ટ્રોકની સમસ્યાને પણ અટકાવે છે. તેને ચટણી, પન્ના અથવા ફુદીનાની ચાના રૂપમાં પણ લઈ શકાય છે. પેટના દુખાવામાં પણ તેનું સેવન ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news