જજે સરકારનાં દબાણમાં આવી ચુકાદો આપ્યા બાદ બંદુક કાઢી પોતાને ગોળી મારી લીધી

થાઇલેન્ડમાં (Thailand) એક જજ એક કેસમાં પોતાનાં અપાયેલા ચુકાદાથી એટલા બધા દુખી થયા કે તેમણે કોર્ટમાં જ આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકારે તેમણે સ્પષ્ટ રીતે મુવક્કિલ અને વકીલોથી ભરેલી કોર્ટમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જજ એક મુદ્દે વરિષ્ઠ ન્યાયાધીશો દ્વારા હસ્તક્ષેપોનો સામનો કરી રહ્યા હતા.

જજે સરકારનાં દબાણમાં આવી ચુકાદો આપ્યા બાદ બંદુક કાઢી પોતાને ગોળી મારી લીધી

બેંકોક : થાઇલેન્ડમાં (Thailand) એક જજ એક કેસમાં પોતાનાં અપાયેલા ચુકાદાથી એટલા બધા દુખી થયા કે તેમણે કોર્ટમાં જ આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકારે તેમણે સ્પષ્ટ રીતે મુવક્કિલ અને વકીલોથી ભરેલી કોર્ટમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જજ એક મુદ્દે વરિષ્ઠ ન્યાયાધીશો દ્વારા હસ્તક્ષેપોનો સામનો કરી રહ્યા હતા.

હરિયાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જબરદસ્ત ફટકો, આ દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો
દક્ષિણી થાઇલેન્ડ યાલા શહેરની (Yala City) એક પ્રાંતીય કોર્ટમાં જજ ખાનકોર્ન પિયાનાખાનાએ પિસ્તોલ દ્વારા પોતાની જાતને ગોળી મારી. એવું તેમણે એક કેસમાં હત્યા અને હથિયાર રાખવાનાં આરોપનાં પાંચ આરોપીઓને મુક્ત કર્યા બાદ કર્યું. આ ઘટનાની તુરંત બાદ જજને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી. બેંકોક પોસ્ટના અનુસાર તેમની ઇજા જીવલેણ હતી.

જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં મોટો હુમલો, ડે. કમિશ્નરની ઓફર આતંકવાદીઓએ ફેંક્યા ગ્રેનેડ
આ ઘટના પહેલા ખાનકોર્ન અંગેનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે વાઇરલ થયું, જેમાં દાવો કરવામાં આવ્યો કે, વરિષ્ઠ ન્યાયાધીશોએ તેમને દોષિતોનાં મુદ્દે પોતાનો ચુકાદો બદલવા માટે કહ્યું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, હાલનાં સમયમાં સમગ્ર દેશની કોર્ટમાં અન્ય સાથી ન્યાયાધીશોની સાથે પણ તેવો જ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જેવો મારી સાથે થઇ રહ્યો છે. જો હું મારા પદ અને ગરીમાની શપથને પુર્ણ નહી કરી શકું તો હું સન્માન વગર જીવવાનાં બદલે મરવાનું પસંદ કરીશ.

ઇન્દોર પહોંચી દુનિયાની પહેલી રોબોટ નાગરિક સોફિયા બોલી- મારી અંદર પણ ભાવનાઓ છે
ખાનકોર્ન આ નિવેદનથી સમગ્ર દેશમાં એક ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં થાઇલેન્ડની ન્યાય પ્રણાલીમાંવરિષ્ઠ ન્યાયાધીશોનાં હસ્તક્ષેપ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. થાઇલેન્ડની ન્યાયપાલિકાના પ્રવક્તાએ બેંકોક પોસ્ટને જણાવ્યું કે, ખાનકોર્ટે વ્યક્તિગત કારણો અને તણાવમાં હોવાના કારણે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. થાઇલેન્ડની કોર્ટના પ્રવક્તાએ બેંકોક પોસ્ટને જણઆવ્યું કે, ખાનકોર્ને વ્યક્તિગત્ત કારણો અને તણાવમાં હોવાનાં કારણે પોતાની જાતને ગોળી મારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news