Thailand ના પ્રધાનમંત્રી પ્રયુત ચાન ઓચાને સવાલથી આવ્યો ગુસ્સો, પત્રકારો પર છાંટી દીધું સેનેટાઇઝર

મંત્રીમંડળમાં સંભવિત ફેરફારને લઈને અંતિમ સવાલથી ગુસ્સે થયેલા પ્રધાનમંત્રીએ સંવાદદાતાઓને પોતાના કામ પર ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે એક સેનેટાઇઝરની બોટલ કાઢી અને સામે રહેલા પત્રકારો પર છંટકાવ કર્યો હતો. 

Thailand ના પ્રધાનમંત્રી પ્રયુત ચાન ઓચાને સવાલથી આવ્યો ગુસ્સો, પત્રકારો પર છાંટી દીધું સેનેટાઇઝર

બેંગકોકઃ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓચાએ બેંગકોકમાં સાપ્તાહિક સંવાદદાતા સંમેલન દરમિયાન ગુસ્સે થઈ સામે ઉભેલા પત્રકારો પર સેનેટાઇઝર છાંટી દીધું હતું. મંત્રીમંડળમાં સંભવિત ફેરફારને લઈને અંતિમ સવાલથી ગુસ્સે થયેલા પ્રધાનમંત્રીએ સંવાદદાતાઓને પોતાના કામ પર ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે એક સેનેટાઇઝરની બોટલ કાઢી અને સામે રહેલા પત્રકારો પર છંટકાવ કર્યો હતો. 

પોતાના સ્વભાવને કારણે બદનામ છે થાઈલેન્ડના પીએમ
વર્ષ 2014માં ચૂંટાયેલી સરકારના તખ્તાપલટ કર્યા બાદ સત્તામાં આવેલા પૂર્વ સૈન્ય કમાન્ડર પ્રયુત અસામાન્ય વ્યવહાર અને ખરાબ સ્વભાવને કારણે ઓળખવામાં આવે છે. પૂર્વમાં પણ મીડિયા સાથે વાતચીત દરમિયાન એક પત્રકારની વાત સાંભળી કેમેરામેન પર તેમણે કેળાની છાલ ફેંકી દીધી હતી. 

— Saksith Saiyasombut (@SaksithCNA) March 9, 2021

2018માં પોતાના કટઆઉટને સવાલ પૂછવાનું કહ્યું હતું
વર્ષ 2018માં એક કાર્યક્રમ બાદ તેમણે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેની જગ્યાએ તેમણે પોતાનું કટઆઉટ લગાવી દીદું અને કહ્યું કે, તમે લોકો આને (કટઆઉટ) સવાલ પૂછી શકો છો. 

થાઈલેન્ડમાં જારી છે વિરોધ પ્રદર્શન
થાઈલેન્ડની સેના પ્રમુક રહેલા પ્રયુત ચાન-ઓ-ચા 2014માં તખ્તાપલટ કરી દેશની સત્તા હસ્તગત કરી હતી. તેમના નેતૃત્વમાં 2016માં થાઈલેન્ડનું નવુ બંધારણ તૈયાર થયું હતું. જેમાં ઘણા એવા નિયમ બનાવવામાં આવ્યા જે માનવાધિકારની વિરુદ્ધ છે. તેમાં સરકાર અને રાજાની આલોચના કરનારને ગંભીર સજા આપવાની જોગવાઈ છે. થાઈલેન્ડમાં 2019માં ચૂંટણી થઈ હતી. જેમાં પ્રયુતની પાર્ટીને જીત મળી હતી. પરંતુ લોકોનો આરોપ છે કે સરકારે પોતાની શક્તિનો ગેરઉપયોગ કરી ચૂંટણીમાં જીત હાસિલ કરી હતી. ત્યારથી તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. 

રાજાની ટીકા કરવા પર 15 વર્ષની સજા
થાઈલેન્ડમાં રાજાની ટીકા કરવા પર 15 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. ત્યારબાદ પણ લોકતંત્ર સમર્થક લોકો રાજા વિરુદ્ધ રસ્તા પર ઉતરી રહ્યાં છે. થાઈલેન્ડમાં 18 જુલાઈએ જ રાજા રામ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. પ્રદર્શનકારી દેશમાં સ્વતંત્ર ચૂંટણી કરાવવા, નવા બંદારણને બનાવવા અને રાજા રામની સેનાની પજવણી બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છે. દેશમાં વર્ષ 1932થી બંધારણીય રાજતંત્ર લાગૂ છે. રાજા રામ કોરોના મહામારી વચ્ચે વિદેશમાં રજાઓ માણવાને લઈને જનતાના નિશાના પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news