સિંગાપુર વચ્ચે પડ્યું, ટ્રમ્પ-કિમની બેઠકનું સ્થળ કર્યું નક્કી, 12 જૂને થશે મુલાકાત

સિંગાપુરે મંગળવારે જાહેરાત કરી કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે થનારી ઐતિહાસિક શિખર વાર્તા માટે સેંટોસા દ્વિપનો એક ખાસ વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે.

સિંગાપુર વચ્ચે પડ્યું, ટ્રમ્પ-કિમની બેઠકનું સ્થળ કર્યું નક્કી, 12 જૂને થશે મુલાકાત

સિંગાપુર: સિંગાપુરે મંગળવારે જાહેરાત કરી કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે થનારી ઐતિહાસિક શિખર વાર્તા માટે સેંટોસા દ્વિપનો એક ખાસ વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. દુનિયાભરના 2500થી વધુ પત્રકારો આ શિખરવાર્તાને કવર કરવા માટે આવે તેવી આશા છે. મંગળવારે (5 જૂન)ના રોજ ગવર્મેન્ટ ગેઝેટ ઓનલાઈનમાં પ્રકાશિત એક સાર્વજનિક આદેશમાં શિખર સંમેલન માટે બીજી જ જગ્યાની જાહેરાત કરવામાં આવી. આ અગાઉ 12 જૂનના રોજ થનારી આ શિખર વાર્તા માટે એક વિશેષ આયોજન ક્ષેત્ર તરીકે શાંગરી લા હોટલ પાસેના વિસ્તારની જાહેરાત કરાઈ હતી.

10થી 14 જૂન વચ્ચે આ વિસ્તારોમાં વધારાના સુરક્ષા ઉપાયો હાથ ધરાશે. આ વિસ્તારોની અંદર એક વિશેષ ઝોન પણ હશે જ્યાં વાહનોની કડક સુરક્ષા તપાસ કરાશે. સિંગાપુરના સંચાર અને સૂચના મંત્રાલયને મળેલા રજિસ્ટ્રેશનની સંખ્યા મુજબ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાના 2500 જેટલા લોકો શિખરવાર્તાને કરવા માટે પહોંચે તેવી આશા છે.

પ્રેસ સચિવ સારા સેન્ડર્સે બેઠકના સમયની જાહેરાત કરતા જણાવ્યું કે સિંગાપુરમાં એક ટીમ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે અને વાર્તા શરૂ થાય ત્યાં સુધી આ ટીમ ત્યાં જ રહેશે. તેમણે કહ્યું કે ટ્રમ્પ બેઠક પહેલા ઉત્તર કોરિયા પર રોજેરોજ રાષ્ટ્રીય સુરક્ષા બ્રિફિંગ લે છે.

ટ્રમ્પ-કિમની શિખર વાર્તામાં 7 દિવસ બાકી: વ્હાઈટ હાઉસનો દાવો-તૈયારીઓ જોરશોરમાં
વ્હાઈટ હાઉસે મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે મંગળવારે સિંગાપુરમાં થવા જઈ રહેલી શિખરવાર્તાની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે અને તેમાં 'મહત્વપૂર્ણ પ્રગતિ' થઈ છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું કે બંને નેતાઓ પહેલા સ્થાનિક સમયાનુસાર સવારે નવ વાગે મળશે અને રાષ્ટ્રપતિ પોતાની સુરક્ષા ટીમ પાસેથી નિયમિત રીતે જાણકારી પ્રાપ્ત કરી રહ્યાં છે. આ ઐતિહાસિક વાર્તાની સિંગાપુર મેજબાની કરી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news