મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

  મેક્સિકોમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 માપવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ભૂકંપમાં ચાર લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ બાજુ અમેરિકી જિયોલોજિકલ સર્વે ધ યુએસ નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને સુનામીની પણ ચેતવણી આપી છે. 
મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

નવી દિલ્હી:  મેક્સિકોમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 માપવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ભૂકંપમાં ચાર લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ બાજુ અમેરિકી જિયોલોજિકલ સર્વે ધ યુએસ નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને સુનામીની પણ ચેતવણી આપી છે. 

— ANI (@ANI) June 23, 2020

ધ યુએસ નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને મેક્સિકો, દક્ષિણી મેક્સિકો, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર અને હોન્ડુરાસમાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપી છે. ભૂકંપનો આંચકો મહેસૂસ થતા મેક્સિકો શહેરમાં લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતાં. ભૂંકપના આંચકા બાદ લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો. 

જુઓ LIVE TV

યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ મેક્સિકોના ઓક્સાકામાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 નોંધાઈ છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે ઈમારતો હલી ગઈ અને દહેશતના માર્યા લોકો ઘરની બહાર આવી ગયા હતાં. કહેવાય છે કે ભૂકંપનું કેન્દ્ર ઓક્સાકાના પ્રશાંત તટ પર કેન્દ્રિત હતું. હાલ કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news