USA: બાઈડેનના શપથ ગ્રહણ પહેલા હાઈ એલર્ટ, અમેરિકી સંસદ કેપિટલ બિલ્ડિંગ બંધ

એનબીસી ન્યૂઝ પ્રમાણે હાલ કેપિટલ કોમ્પ્લેક્સની અંદર તમામ ઇમારતોની બારી અને દરવાજા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. 
 

USA: બાઈડેનના શપથ ગ્રહણ પહેલા હાઈ એલર્ટ, અમેરિકી સંસદ કેપિટલ બિલ્ડિંગ બંધ

વોશિંગટનઃ અમેરિકી સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગ (U.S. Capitol Building) ને અચાનક બંધ કરવી પડી છે. કેપિટલ બિલ્ડિંગને અજાણ્યા ખતરાને કારણે બંધ કરવામાં આવી છે. વોશિંગટન ડીસીમાં ચેક પોઈન્ટની પાસે નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. 

સમાચાર એજન્સી એએફપી ન્યૂઝ પ્રમાણે વોશિંગટન ડીસીમાં આ હલચલ ત્યારે જોવા મળી જ્યારે બે દિવસ બાદ 20 જાન્યુઆરીએ જો બાઈડેન (jeo biden) રાષ્ટ્રપતિ પદે શપથ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા બાદથી આસપાસના વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક કરી દેવામાં આવ્યો છે. શહેરમાં હજારોની સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. 

એનબીસી ન્યૂઝ પ્રમાણે હાલ કેપિટલ કોમ્પ્લેક્સની અંદર તમામ ઇમારતોની બારી અને દરવાજા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. 

ગરીબ દેશોના વૃદ્ધોને Corona Vaccine ન મળવાથી WHO નાખુશ, કહ્યું- વેક્સિન રાષ્ટ્રવાદ આપણી નૈતિક નિષ્ફળતા  

જો બાઇડેન 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે શપથ લેશે. અમેરિકામાં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ કરવાને ઇનોગરેશન ડે પણ કહેવામાં આવે છે. બાઇડેનના રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ ટ્રમ્પ સમર્થકોની હિંસા બાદથી વોશિંગટન ડીસીની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. 

હકીકતમાં 6 જાન્યુઆરી તે સમયે અમેરિકામાં હંગામો થઈ ગયો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને ટ્રમ્પ સમર્થકોમાં ઘર્ષણ થયું જેમાં પાંચ લોકોના મોત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news