USA સંસદે 1900 અબજ ડોલરના કોરોના વાયરસ રાહત પેકેજને આપી મંજૂરી

હવે આ વિધેયકને સીનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે જ્યાં પર ડેમોક્રેટ ન્યૂનતમ વેતન બધારવાના મુદ્દા પર નરમ પડી શકે છે અને સરકારી સહાયતા તથા અન્ય મુદ્દા પર વિવાદ થઈ શકે છે. 

Updated By: Feb 27, 2021, 07:38 PM IST
USA સંસદે 1900 અબજ ડોલરના કોરોના વાયરસ રાહત પેકેજને આપી મંજૂરી

વોશિંગટનઃ અમેરિકામાં સંસદના નિચલા ગૃહ પ્રતિનિધિ સભાએ 1900 અબજ ડોલરના કોરોના વાયરસ (Corona virus) રાહત પેકેજ વિધેયકને શનિવારે મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) ના આ પેકેજ દ્વારા કોવિડ-19 મહામારીને કારણે સંકટનો સામનો કરી રહેલા લોકો, વેપારીઓ, રાજ્યો અને શહેરોને નાણાકીય મદદ કરવામાં આવશે. પ્રતિનિધિ સભાએ 212ના મુકાબલે 219 વોટથી આ વિધેયકને પાસ કર્યુ છે. 

હવે આ વિધેયકને સીનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે જ્યાં પર ડેમોક્રેટ ન્યૂનતમ વેતન બધારવાના મુદ્દા પર નરમ પડી શકે છે અને સરકારી સહાયતા તથા અન્ય મુદ્દા પર વિવાદ થઈ શકે છે. ગૃહમાં અલ્પમતના નેતા કેવિક મૈકાર્થીએ કહ્યુ કે, મારા સહયોગી આ વિધેયકને સાહસિક પગલુ ગણાવી રહ્યાં છે, પરંતુ આ માત્ર દેખાડો છે. તેમાં રકમની ફાળવણી થઈ નથી. તેને લોકપ્રિય જણાવી રહ્યાં છે હું તેને કહીશ કે આ સંપૂર્ણ રીતે વિભાજીત છે. 

આ પણ વાંચોઃ જુઓ, પાકિસ્તાનમાં વાયરલ અભિનંદન વર્ધમાનનો વીડિયો, એડિટિંગ પર ઉઠ્યા સવાલ

ઉદારવાદી ડેમોક્રેટિક તથા મેઇનથી સભ્ય જેર્ડ ગોર્લ્ડ તથા ઓરેગનથી કર્ટ શરડર માત્ર બે સભ્ય રહ્યાં જેણે પાર્ટીના વલણથી અલગ જઈ મતદાન કર્યું હતું. આ લડાઈ બાઇડની પોતાના સભ્યો વચ્ચે એકતા કાયમ કરવા માટે પણ કસોટી બની રહી છે કારણ કે પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીને માત્ર 10 સીટો વધુ હાસિલ છે જ્યારે સીનેટમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટના 50-50 સભ્યો છે. પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસીએ કહ્યું કે, કાયદો બન્યા બાદ ન્યૂનતમ વેતનમાં પણ વધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube