VIDEO: 'પાકિસ્તાની નેતાએ ગાયું 'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારા', PAKના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ

પાકિસ્તાની નેતા અલ્તાફ હુસૈને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના અને પાકિસ્તાનની સરકાર પર ભરોસો કરી શકાય નહીં. પાકિસ્તાનની સરકાર અને ત્યાંની સેના 72 વર્ષથી કાશ્મીર મુદ્દે તેમના જ લોકોને દગો કરી રહ્યાં છે. 

VIDEO: 'પાકિસ્તાની નેતાએ ગાયું 'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારા', PAKના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ

નવી દિલ્હી: એક બાજુ જ્યાં પાકિસ્તાની સરકાર અને તેમની સેના ભારત વિરુદ્ધ સતત કાવતરા રચ્યા કરે છે, દુષ્પ્રચાર કરે છે ત્યારે બીજી બાજુ ત્યાંના જ નેતા ભારતના વખાણ કરી રહ્યાં છે. આવા જ એક નેતા પાકિસ્તાની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (એમક્યુએમ)ના સંસ્થાપક અલ્તાફ હુસૈન છે. તેમણે શનિવારે લંડનમાં ભારતના વખાણમાં 'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તા હમારા' ગાયું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ પણ ખોલી.

પાકિસ્તાની નેતા અલ્તાફ હુસૈને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના અને પાકિસ્તાનની સરકાર પર ભરોસો કરી શકાય નહીં. પાકિસ્તાનની સરકાર અને ત્યાંની સેના 72 વર્ષથી કાશ્મીર મુદ્દે તેમના જ લોકોને દગો કરી રહ્યાં છે. 

— ANI (@ANI) August 31, 2019

અત્રે જણાવવાનું કે હુસૈન પાકિસ્તાનમાં મુહાઝિરોનું સમર્થન કરતા અને ભારતના વિભાજનના આલોચક સ્વરૂપે ઓળખાય છે. અલ્તાફે શનિવારે ટ્વીટ પણ કરી હતી જેમં તેમણે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના પર્યવેક્ષક મોકલવાની પાકિસ્તાનની માગણી પર કહ્યું હતું કે મહાસચિવ એન્ટોનિયો ગુતેરસે શહેરી સિંધ, બલુચિસ્તાન ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પણ પર્યવેક્ષક મોકલવા જોઈએ જેથી કરીને દુનિયાને ખબર પડે કે પાકિસ્તાનમાં કઈ રીતે માનવાધિકારોના ભંગ થાય છે. 

અલ્તાફની પાર્ટી પર વ્યાપક કાર્યવાહી બાદ તેમણે દેશ છોડી દીધો હતો અને 1992થી જ તેઓ બ્રિટનમાં રહે છે. હુસૈન ભલે વર્ષોથી લંડન રહે પરંતુ પોતાની પાર્ટીને ત્યાંથી મેનેજ કરે છે. 2015માં પાકિસ્તાનની કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા હતાં. તેમના પર હત્યા, દેશદ્રોહ, હિંસા ભડકાવવાના અને હેટ સ્પીચના અનેક ખોટા આરોપો લગાવેલા છે. આ બાજુ બ્રિટિશ સરકારનું કહેવું છે કે તેમને એવા કોઈ પુરાવા નથી મળ્યાં કે જેનાથી સાબિત થાય કે તેમણે બ્રિટિશ કાયદાનો ભંગ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news