વ્હાઈટ પાસ્તા ખાવાનો બહુ શોખ હોય તો સાવધાન...મહિલાઓ ખાસ વાંચે

સફેદ પાસ્તા અને ચોખા અંગે એક અભ્યાસના તારણોમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

વ્હાઈટ પાસ્તા ખાવાનો બહુ શોખ હોય તો સાવધાન...મહિલાઓ ખાસ વાંચે

લંડન: બ્રિટનમાં એક રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે કે સફેદ પાસ્તા અને ચોખાના વધુ સેવનથી રજોનિવૃત્તિ (Menopause) સમયથી લગભગ દોઢ વર્ષ વહેલુ આવી શકે છે. એપિડેમિલોજી એન્ડ કોમ્યુનિટી હેલ્થ નામની જનરલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે સ્વાસ્થ્યપ્રદ ચીજો જેમ કે તૈલી ફિશ અને તાજા બીન્સ જેમ કે વટાણા, લીલા બીન્સ ખાવાથી રજોનિવૃત્તિ (Menopause) મોડુ આવે છે. યુનિવર્સિટી ઓફ લીડ્સના રિસર્ચર્સે ખાનપાન અને રોજનિવૃત્તિ વચ્ચે સંબંધ પર અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં બ્રિટનમાં રહેતી 14,150 મહિલાઓને સામેલ કરવામાં આવી.

રિસર્ચર યાશ્વી ડનનેરામે કહ્યું કે આવા પ્રકારનો આ પહેલવહેલો અભ્યાસ છે જેમાં બ્રિટનની મહિલાઓમાં પોષક તત્વો, ખાદ્ય સમૂહોની વિસ્તૃત વિવિધતા અને પ્રાકૃતિક રજોનિવૃત્તિ (Menopause)ના આયુષ્ય અંગે સંબંધ તપાસવામાં આવ્યો. વિસ્તૃત ખાનપાન સંબંધી પ્રશ્નાવલી ઉપરાંત મહિલાઓના પ્રજનનનો ઈતિહાસ અને સ્વાસ્થ્ય અંગે પણ જાણકારી મેળવવામાં આવી. ચાર વર્ષ બાદ રિસર્ચરોએ તે મહિલાઓના ડાયેટનું આકલન કર્યું જેમની આ દરમિયાન રજોનિવૃત્તિ થઈ હતી. બ્રિટનમાં રજોનિવૃત્તિ (Menopause)ની સરેરાશ આયુ 51 વર્ષ છે.

લગભગ 900 મહિલાઓ (40 થી 65 વર્ષ ) આ સમયગાળા દરમિયાન પ્રાકૃતિક રીતે રજોનિવૃત્તિ (Menopause) થઈ. તારણોમાં જાણવા મળ્યું કે જે મહિલાઓએ ઓઈલી ફિશનું વધુ સેવન કર્યું તેમને ઓછામાં ઓછુ 3 વર્ષ મોડુ રજોનિવૃત્તિ થઈ. જ્યારે રિફાઈન્ડ પાસ્તા અને ચોખા ખાતી મહિલાઓને રજોનિવૃત્તિ દોઢ વર્ષ વહેલી આવી ગઈ. યુનિવર્સિટી ઓફ લીડ્સમાં પ્રોફેસર જાનેટ કેડે કહ્યું કે રજોનિવૃત્તિની આયુનો કેટલીક મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવ થઈ શકે છે.

પહેલાના કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું કે સમય પહેલા રજોનિવૃત્તિ (Menopause)થી હાડકાનું ઘનતત્વ ઓછુ થવા, ઓસ્ટિયોપરોસિસ થવા અને હ્રદયની બીમારીઓ થવાનો ખતરો વધુ હોય છે જ્યારે રજોનિવૃત્તિ મોડી થવા પર સ્તન કેન્સર, અંડાશય કેન્સર અને અંતર્ગર્ભાશયકલાનું કેન્સર થવાનું જોખમ વધુ રહેલું છે.

(ઈનપુટ ભાષામાંથી પણ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news