સંતાનોને અહીં ભણાવો, ડોક્ટર એન્જિનિયર કરતાં વધારે કમાશે, નોકરીની ગેરંટી પાક્કી!
Agriculture News: દરેક વ્યક્તિ બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માગે છે પણ આ લાઈનોમાં વેઈટિંગ જ વેઈટિંગ છે. દરેક માબાપ એ વિચારતા હોય કે કયો કોર્ષ કરાવીએ તો એને ભવિષ્યમાં કામ લાગે તો સૌથી બેસ્ટ ઓપ્શન એ એગ્રીકલ્ચર છે.
Trending Photos
Agriculture News: આ એક એવો ઉભરતો વ્યવસાય છે જેમાં ક્યારેય મંદી આવવાની નથી. કૃષિમાં સરકાર સતત સુધારા કરતી જાય છે. અહીં અમે તમને દેશની બેસ્ટ 10 એગ્રીકલ્ચર સંલગ્ન કોલેજો અંગે માહિતી આપી રહ્યાં છે. જ્યાં તમારું બાળક ભણશે તો એની નોકરી પાક્કી થઈ જશે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન, નવી દિલ્હીએ 83.16 પોઈન્ટ મેળવીને 2023માં NIRF રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ICAR-નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલ, હરિયાણાએ NIRF 2023 માં 70.45 માર્ક્સ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે.
દરેક વ્યક્તિ બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માગે છે પણ આ લાઈનોમાં વેઈટિંગ જ વેઈટિંગ છે. દરેક માબાપ એ વિચારતા હોય કે કયો કોર્ષ કરાવીએ તો એને ભવિષ્યમાં કામ લાગે તો સૌથી બેસ્ટ ઓપ્શન એ એગ્રીકલ્ચર છે. અહીં અમે તમને દેશની ટોપ ટેન કોલેજોની યાદી આપી રહ્યાં છે. જેમાં એડમિશન મળી ગયું તો તમારું બાળક ક્યારેય બેરોજગાર નહીં ફરે...
ટોચની 10 કૃષિ કોલેજોની યાદીઃ
ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા
ICAR - રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા
પંજાબ કૃષિ યુનિવર્સિટી
બનારસ હિન્દુ યુનિવર્સિટી
ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇજ્જતનગર
તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી
ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી
જી.બી. પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફિશરીઝ એજ્યુકેશન, ફિશરીઝ યુનિવર્સિટી
શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કાશ્મીર
આ કોલેજો ક્યાં આવેલી છે?
ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન નવી દિલ્હીએ પણ 83.16 પોઈન્ટ મેળવીને 2023માં NIRF રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ICAR-નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલ, હરિયાણાએ NIRF 2023 માં 70.45 માર્ક્સ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, લુધિયાણા 65.98 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે અને બનારસ હિંદુ યુનિવર્સિટી 2023 રેન્કિંગમાં 63.68 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. પ્રથમ ચાર સ્થાનો પહેલાથી જ સમાન છે, પરંતુ ગયા વર્ષના રેન્કિંગમાં, તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીએ 61.71 પોઈન્ટ્સ સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે, જ્યારે આ વર્ષે આ સ્થાન ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા, ઈજ્જતનગર દ્વારા લેવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ 4 કૃષિ યુનિ સિવાય ડેરી સેક્ટરમાં પણ ઘણા કોર્ષ ચાલી રહ્યાં છે. રાજ્યની એક પણ યુનિ. આ રેન્કિંગમાં ભલે ના હોય પણ તમે અહીં પણ તમારા બાળકને એગ્રિકલ્ચર, ડેરી ફાર્મિગ કે હોર્ટિકલ્ચરમાં અભ્યાસ કરાવી શકો છે. જે તમારા બાળકને ભવિષ્યમાં બહુ મોટો ફાયદો કરાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે