લાંબુ જીવવું હોય તો ફેમિલી ડોક્ટરને બદલે ફેમિલી ખેડૂત શોધો, કેન્સર નહીં કરે ઘરે પધરામણી

Agriculture News: છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશ અને દુનિયાભરમાં કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. તેના અનેક કારણો પૈકી એક પ્રમુખ કારણ છે બદલાયેલું ખાન-પાન અને લાઈફસ્ટાઈલ. ત્યારે તમારે લાંબુ જીવવું હોય તો અહીં જણાવાયેલી વાત ખાસ યાદ રાખો.

લાંબુ જીવવું હોય તો ફેમિલી ડોક્ટરને બદલે ફેમિલી ખેડૂત શોધો, કેન્સર નહીં કરે ઘરે પધરામણી

Agriculture News/ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા સમયની સાથે જીવન ધોરણ પણ બદલાઈ ગયું છે. લોકોની રહેણી કરણીની સાથો-સાથ લોકોનું ખાન-પાન પણ સાવ બદલાઈ ગયું છે. બાજરીના રોટલા ગાયબ થઈ ગયા છે અને તેને બદલે આવી ગયા છે પીત્ઝા. આવી સ્થિતિની વચ્ચે હેલ્થ પર થઈ રહી છે માઠી અસર. પહેલાં લોકોને કેન્સર જેવી બીમારીઓ નહોતી થતી. આજે સંખ્યાબંધ લોકો આવી જીવલેણ બીમારીનો શિકાર બને છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતીઓને એક ખાસ સલાહ આપી છે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું છેકે, જો તમારે લાંબુ જીવવું આટલી વાત યાદ રાખજો. ફેમિલી ડૉક્ટર બધાના હોય છે, હવે ફેમિલી ખેડૂત શોધો.

ગ્લોબલ વોર્મિંગ પાછળ ૨૪ ટકા જેટલું રાસાયણિક ખાતર જવાબદારઃ
ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણ પર માઠી અસર પડી રહી છે. સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. એટલું જ નહીં બદલાતું વાતાવરણ લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પાડી રહ્યું છે. માણસો અને ખેતીવાડી બન્ને બદલાયેલાં વાતાવરણની અસર વેઠી રહ્યાં છે. આવી સ્થિતિમાં લોકોએ હવે પોતાની રહેણી કરણી અને ખાન-પાનમાં જરૂરી બદલાવ કરવાનો સમય આવી ગયો છે. નહીં તો કેન્સર જેવી બીમારીઓ આપણને આપણી ભોજનની થાળી માંથી જ મળવા લાગશે. જેને કારણે જીવન ધોરણ જોખમમાં મુકાઈ જશે.

કોને કહેવાય પ્રાકૃતિક ખેતી?
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જંગલની અંદર ઉછરતા ઝાડ-પાન, ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શકતી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ ના શકે. જંગલના પ્રાકૃતિક નિયમો આપણી કૃષિ પદ્ધતિમાં પણ લાગુ પડે છે અને જંગલની માફક આપણા ખેતરમાં કારગર નીવડે એનું નામ પ્રાકૃતિક ખેતી છે.

ફેમિલી ડોક્ટર તો હોય છે ફેમિલી ખેડૂત શોધોઃ
સોમવારે સાંજે ચેમ્બર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવત સાથે 'પ્રાકૃતિક જીવન-શ્રેષ્ઠ જીવન' વિષય પર સંવાદ યોજાયો હતો. જેમાં નેચરોપથી એક્સપર્ટ એવા રાજ્યપાલ આચાર્ય દેવવતએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વ્યવસાયિકોને પ્રાકૃતિક જીવનની આવશ્યકતા તેમજ આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવનની સંકલ્પના અને ઉદ્યોગ-ધંધા તથા પ્રાકૃતિક જીવનના સંતુલન વિશે માર્ગદર્શન આપતા ફેમિલી ડોકટર બધાના છે પણ હવે ફેમિલી ખેડૂત શોધો પછી કેમિલી ડોકટરની ઓછી
જરૂર પડશે. 

ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપોઃ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એમ પણ કહ્યું હતુંકે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે અંર્તગત ગુજરાતના ૯ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. માસ્ટર ટ્રેઈનરો દ્વારા પતિ મહિને રાજ્યના ૩.૫૦ લાખથી ૪ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે તેઓના ઉત્પાદનને ખરીદવા માટે ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. આવનારા બે વર્ષમાં ગુજરાતને પુરિયા, ડી.એ.પી. રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે તેમ કહી રાજવપાલ આચાર્ય દેવવતએ સંવાદમાં હાજર લોકોને પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિક જીવન જીવવાની હાંકલ કરી હતી અને યુવાપેઢીને જંકફૂડથી બચવા માટે કહ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news